આવતીકાલે જગન્નાથની રથયાત્રા નીકળશે; SCએ શરતો સાથે મંજૂરી આપી.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જગન્નાથ પુરીમાં ૨૩ જૂને રથયાત્રા નીકળશે .સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર પુરીમાં જ યાત્રાની મંજૂરી હશે, ઓરિસ્સામાં ક્યાંય બીજે યાત્રા નહીં નીકળી શકે. કેન્દ્ર સરકારે અરજી કરીને કહ્યું હતું કે, શ્રદ્ધાળુઓને સામેલ કર્યા વગર જ યાત્રા કરી શકાય છે. વધુમાં કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ. સાથે જ કહ્યું કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે. જો સ્થિતિ બગડતી જોવા મળી તો ઓરિસ્સા સરકાર યાત્રા અથવા ઉત્સવને રોકી શકે છે.

સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, રથયાત્રા કરોડો લોકોની આસ્થાનો મામલો છે. ભગવાન જગન્નાથ આવતીકાલે બહાર નહીં આવી શક્યા તો પછી ૧૨ વર્ષ સુધી નહીં નીકળી શકે, કારણ કે રથયાત્રાની આ જ પરંપરા છે.
સોલિસિટર જનરલે કહ્યું કે, એક દિવસનું કર્ફ્યૂ લગાવીને યાત્રા કાઢી શકાય છે. ઓરિસ્સા સરકારે પણ તેનું સમર્થન કર્યું છે કે ઘણી શરતો સાથે રથયાત્રાનું આયોજન થઈ શકે છે.

અરજીમાં અપીલ કરવામાં આવી છે કે રથયાત્રાને બદલાયેલા રૂપમાં કાઢવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરવામાં આવે. પુરી શહેરને ટોટલ શટડાઉન કરો અને જિલ્લામાં બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવીને યાત્રા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

સ્વામી નિશ્વલાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે આ મામલા અંગે ફરી વિચારણા કરવામાં આવે. તેમણે પુરી મઠથી આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, કોઈની એવી ભાવના હોઈ શકે છે કે જો આવા સંકટમાં રથયાત્રાની મંજૂરી આપવામાં આવે તો ભગવાન જગન્નાથ ક્યારે માફ નહીં કરે, પરંતુ સદીઓ જૂની પરંપરા તોડીશું તો શું ભગવાન માફ કરશે.

સુપ્રીમ કોર્ટે ૧૮ જૂને રથયાત્રા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયમાં કહ્યું હતું કે, કોરોના મહામારીના સમયે યાત્રાની મંજૂરી આપીશું તો ભગવાન જગન્નાથ આપણને ક્યારે માફ નહીં કરે. કોર્ટે કહ્યું હતું કે, જ્યારે મહામારી ફેલાઈ હોય, ત્યારે એવી યાત્રાને મંજૂરી ન આપી શકાય, જેમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થતો હોય. લોકોના સ્વાસ્થ્ય અને તેમની સુરક્ષા માટે આ વર્ષે યાત્રા ન થવી જોઈએ. ચીફ જસ્ટિસની બેંચે ઓરિસ્સા સરકારને કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં ક્યાંય પણ રથયાત્રા સાથે જોડાયેલા જૂલુસ અથવા કાર્યક્રમોની મંજૂરી આપવામાં ન આવે.

રથયાત્રા નહીં થાય તો ૨૮૫ વર્ષમાં બીજી વખત રથયાત્રા અટકશે. ગત વખતે મુગલોના સમયમાં પણ યાત્રા અટકી હતી. આ વખતે રથયાત્રા પર પહેલાથી અસમંજસની સ્થિતિ બની ગઈ છે. આ સાથે જ ભુવનેશ્વરના દ્ગર્ય્ં ઓરિસ્સા વિકાસ પરિષદે સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરીને કહ્યું હતું કે, રથયાત્રાથી કોરોનાનું જોખમ રહેશે. જો લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈ દીવાળી પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવી શકે છે તો રથયાત્રા પર પ્રતિબંધ કેમ ન લગાવી શકાય?

કોર્ટે ૧૮ જૂને પુરી સહિત રાજ્યમાં વિવિધ સ્થળે નીકળતી રથયાત્રા પર રોક લગાવતાં કહ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં લેતાં આટલી ભીડને મંજૂરી ન આપી શકાય. તે માટે ભગવાન જગન્નાથ અમને માફ કરે.

સુપ્રીમકોર્ટમાં ૪ રિવ્યૂ પીટિશન દાખલ થઇ છે, જે અંગે જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ આજે ચેમ્બરમાં સુનાવણી કરશે. જગન્નાથ મંદિર સમિતિ, ગોવર્ધન પીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા સંગઠનોએ પુરીની રથયાત્રા પરની રોક હટાવવા માગ કરી છે.

જગન્નાથ મંદિર સમિતિએ કહ્યું કે રાજ્ય સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રથયાત્રાના આયોજન અંગે કરાયેલા સૂચનોને નજરઅંદાજ કરતા આ સ્થિતિ સર્જાઇ છે.

વિશ્વ હિન્દુ પરિષદે એમ પણ કહ્યું કે સુપ્રીમકોર્ટે આ મામલે નિર્ણય લેતાં પહેલાં તમામ સંબંધિત પક્ષકારોને સાંભળવા જોઇતા હતા. મૂળે ઓડિશા સરકાર સુપ્રીમકોર્ટમાં તમામ પાસાં બરાબર રીતે રજૂ કરી શકી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.