ઈટાલીમાં પાસ્તાના ભાવ આસમાને પહોચ્યા
ઈટાલીની સરકારે દેશના મહત્વપૂર્ણ ફૂડમાંના એક પાસ્તાની કિંમતોમાં વૃદ્ધિના કારણોની તપાસ માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી.જેમાં દેશના ઉદ્યમ મંત્રી એડોલ્ફો ઉર્સોએ રોમમાં કાયદા નિર્માતાઓ,પાસ્તા ઉત્પાદકો અને ગ્રાહક અધિકાર જૂથોના કમિશનની અધ્યક્ષતા કરી હતી.જેમાં તેઓએ પાસ્તાની કિંમતોને ઘટાડવા માટે શું કરી શકાય તે વિષે વાત કરી હતી.ઇટાલિયન લોકો દર વર્ષે 23 કિલોગ્રામ પાસ્તા પર ખર્ચ કરે છે.ગત ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના હુમલાએ પાસ્તા બનાવવા માટે જરૂરી વસ્તુઓની કિંમતો વધારી દીધી હતી.