ઈટાલીમા જ્યોર્જિયા મેલોની પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઈટાલીમાં થયેલી ચૂંટણીમાં જમણેરી ગઠબંધનને બહુમતી મળી છે.ત્યારે જ્યોર્જિયા મેલોનીના પક્ષને સૌથી વધુ ૨૬ ટકા મતો મળ્યા હતા.ત્યારે જ્યોર્જિયા મેલોની ઈટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બને તેવી શક્યતા છે.આમ યુરોપના રાજકારણમાં જમણેરી પક્ષોનો દબદબો વધ્યો છે.જ્યોર્જિયા મેલોનીએ ચૂંટણીમાં ઈશ્વર,દેશ અને પરિવારનો નારો આપ્યો હતો જેને વ્યાપક જનસમર્થન મળ્યું હતું.આમ જમણેરી ગઠબંધનને ઈટાલીની ચૂંટણીમાં સૌથી વધુ ૪૪ ટકા મતો મળ્યા હતા.યુરોપના તમામ જમણેરી નેતાઓએ જ્યોર્જિયા મેલોનીના વિજયને વધાવ્યો હતો.ફ્રાન્સના નેતા મરીન પેને જ્યોર્જિયાને અભિનંદન પાઠવ્યા હતા.હંગેરીના વડાપ્રધાને પણ ટ્વીટ કરીને શુભકામના પાઠવી હતી.જર્મની પછી ઈટાલીમાં પણ જમણેરી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા પક્ષોને ભારે સફળતા મળી હતી.ઈટાલીનામા બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમવાર જમણેરી પક્ષ સત્તામાં આવશે.જેમાં છેલ્લે બેનિટો મુસોલિનીએ જમણેરી પક્ષના નેતા તરીકે ઈટાલી પર ૨૦ વર્ષ સુધી શાસન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.