સફળતા: ISROનું PSLV-C56 રોકેટ લોન્ચ, 7 ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા

Business
Business

ભારતે અંતરિક્ષમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શ્રીહરિકોટાથી PSLV-C56 રોકેટ લોન્ચ કર્યું છે. ઈસરોએ આ રોકેટ દ્વારા સાત સેટેલાઈટ અંતરીક્ષમાં લોન્ચ કર્યા છે. સિંગાપોરના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને અન્ય છ ઉપગ્રહોને પીએસએલવી રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. ઈસરોએ આ જ મહિનામાં ચંદ્રયાન-3 પણ લોન્ચ કર્યું છે.

ઈસરોએ આજે ​​PSLV-C56 રોકેટને તમિલનાડુની રાજધાની ચેન્નઈથી લગભગ 135 કિમી દૂર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે સ્થિત અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કર્યું છે. PSLV 44.4 મીટર ઊંચું છે. આ વર્ષે એપ્રિલમાં, ISRO એ PSLV-C55/Telios-2 નું સફળ મિશન પણ લોન્ચ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે PSLV-C56 એ ન્યૂઝપેસ ઈન્ડિયા લિમિટેડનું મિશન છે. સિંગાપોરનો ઉપગ્રહ PSLV-C56 દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો છે, તેનું પૂરું નામ રડાર મેપિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ DS-SAR છે. આ મિશન અંગે ઈસરોએ જણાવ્યું છે કે સિંગાપોરના ડીએસ-એસએઆર સેટેલાઇટ ડીએસટીએનું વજન 360 કિલોગ્રામ છે. તેને સિંગાપોર સાથે ભારતની ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવ્યું છે.

સિંગાપોરની વિવિધ એજન્સીઓ તેનો ઉપયોગ કરશે

ઈસરોએ જણાવ્યું છે કે લોન્ચિંગ બાદ સિંગાપોર સરકારની અલગ-અલગ એજન્સીઓ આ સેટેલાઈટનો ઉપયોગ કરશે. ઈસરોએ એમ પણ જણાવ્યું કે આ મિશન સાથે અમારા વિશ્વસનીય રોકેટ PSLV એ 58મી વખત ઉડાન ભરી છે. ઈસરોના ચીફ એસ સોમનાથે ઈસરોને આ મિશન માટે અભિનંદન પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, PSLV ને ISROનું વર્કહોર્સ કહેવામાં આવે છે. તે પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં ઉપગ્રહો સ્થાપિત કરવા માટે સતત કામ કરી રહ્યું છે.

કયા સાત સેટેલાઈટ અંતરીક્ષમાં જઈ રહ્યા છે?

  1. ડીએસ-એસએઆર
  2. Velox-AM 23
  3. 3U નેનોસેટેલાઇટ
  4. ORB-12 સ્ટ્રાઇડર
  5. આર્કેડ (એટમોસ્ફેરિક કપ્લીંગ એન્ડ ડાયનેમિક્સ એક્સપ્લોરર)
  6. ગેલેસીઆ-2
  7. પ્રાયોગિક સેટેલાઇટ સ્કૂબ-2

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.