ISRO લોન્ચ કરશે વધુ એક મિશન, બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચંદ્રયાન-3 અને આદિત્ય-Lની સફળ લોન્ચિંગ અને ગગનયાનના સફળ ટેસ્ટ લોન્ચ પછી ISRO હવે નવા મિશનની લોન્ચિંગની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ મુજબ એક્સ-રે પોલારિમીટર સેટેલાઇટ એટલે કે XPoSAT મિશન લગભગ 25 ડિસેમ્બર અથવા તેની આસપાસની તારીખે લોન્ચ થઈ શકે તેમ છે. XPoSAT ગેલેક્સીમાં થતા રેડિયેશન અભ્યાસ કરશે અને તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા જેવા બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.