
ઇઝરાયેલમા સરકાર સામે નવા કાયદાનો વિરોધ કરવા પ્રદર્શન કરાયું
ઇઝરાયેલમાં સુપ્રીમ કોર્ટની સત્તાઓને નિયંત્રિત કરતા કાયદા સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે.આમ છેલ્લા પાંચ અઠવાડિયાથી આ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે.ત્યારે બેન્જામિન નેતાન્યાહુ સરકારના કાયદાકીય સુધારાના વિરોધમાં હજારો વિરોધીઓ ઇઝરાયેલના તેલઅવીવના રસ્તા પર એકઠા થયા હતા.ઇઝરાયલી ધ્વજ સાથે હજારો લોકોએ શહેરની મધ્યમાં આવેલી કલ્પન સ્ટ્રીટને જામ કરીને બ્લોક કરી દીધી હતી.ઈઝરાયેલની નવી સરકારને દેખાવકારોએ વિશ્વ શાંતિ માટે ખતરો ગણાવી હતી.ત્યારે નવા કાયદા હેઠળ ઈઝરાયેલ સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવાનો અધિકાર મળશે.જેમાં દેશના જેરૂસલેમ,હૈફા,બેરશેબા અને હર્ઝલિયા અને તેલ અવીવ સહિતના કેટલાંક શહેરોમાં હજારો લોકોએ પ્રદર્શન કર્યું હતુ.ત્યારે હાઈફામાં થયેલા વિરોધ પ્રદર્શનમાં પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડ પણ સામેલ હતા.નેતન્યાહુ સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા કાયદા હેઠળ 120 સીટવાળી ઇઝરાયેલી સંસદમાં 61 સાંસદોની સરળ બહુમતી દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને રદ્દ કરી શક્શે.ત્યારે સુધારાથી ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી સિસ્ટમમા ફેરફાર થશે.