ઈઝરાયેલે 48 કલાકની ઈમરજન્સી જાહેર કરી : મોટા પાયે હુમલાઓ 320 જેટલા રોકેટ પણ છોડ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહના એક નિવેદન અનુસાર, ઘણા વિસ્ફોટક ડ્રોન ઈઝરાયલના મોટા સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવીને લોન્ચ કર્યા છે. સ્થાનિક મીડિયાને ટાંકીને સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું હતું કે લેબનોનથી ઉત્તર ઇઝરાયલમાં 320 જેટલા રોકેટ પણ છોડ્યા હતા.

જેના જવાબમાં, ઇઝરાયલી સૈન્યએ પણ લેબનોનમાં તેના ટાર્ગેટ પર પ્રી-એપ્ટિવ સ્ટ્રાઇક શરૂ કરી છે. IDFએ રવિવારે સવારે સ્ટ્રાઇક્સની ઘોષણા કરી હતી જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે હિઝબુલ્લાહના 100થી વધું ઠેકાણાં પર તાબડતોડ હુમલા કર્યા અને કહ્યું કે હિઝબુલ્લાહ ઇઝરાયલી પ્રદેશ પર “મોટા પાયે હુમલાઓ” માટે તૈયારીઓ કરી રહી છે. ઇઝરાયલી હવાઈ દળના ફાઇટર પ્લેનને આ ધમકીઓને બેઅસર કરવા માટે તહેનાત કર્યા છે.

ઈઝરાયેલે 48 કલાકની ઈમરજન્સી જાહેર કરી: હિઝબોલ્લાહ, લેબનોન સ્થિત જૂથે જણાવ્યું હતું કે તેણે ચોક્કસ લશ્કરી સ્થળ, ઇઝરાયેલના આયર્ન ડોમ પ્લેટફોર્મ અને અન્ય સ્થળોને નિશાન બનાવ્યું હતું, પરંતુ રોઇટર્સના જણાવ્યા અનુસાર, તેના સંપૂર્ણ પ્રતિસાદમાં સમય લાગશે તેનો ઉલ્લેખ કર્યો હતો. જવાબમાં, સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે ઇઝરાયેલમાં 48 કલાકની કટોકટી જાહેર કરી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.