ઇઝરાયેલ એરફોર્સ દ્વારા ઇરાનમાં હુમલો કરાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઇઝરાયેલ એરફોર્સે ફરી એકવાર ઇરાનની અંદર ઘૂસીને વિનાશ કર્યો છે.જેમાં ઇઝરાયેલે કિલર ડ્રોન વિમાન મોકલ્યા હતાં.આ ઇઝરાયેલી ડ્રોન વિમાનોએ ઇસ્ફહાન શહેરમાં આવેલ ઇરાનની ડ્રોન ફેક્ટરી પર હુમલો કર્યો હતો,જે હુમલો અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએના વડાની મુલાકાત પછી કર્યો છે.ત્યારે આ હુમલાની મોટી અસર રશિયા સુધી પહોંચી શકે તેમ છે.યુક્રેન પર હુમલા માટે રશિયા મોટાપાયે ઇરાન પાસેથી ડ્રોન ખરીદી રહ્યું છે.આ અગાઉ ઇઝરાયેલે સ્પષ્ટ કરી દીધું છે કે તે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેની સેનાના શસ્ત્રોનું સપ્લાય કરશે નહીં.આમ ઇઝરાયેલ સીરિયામાં સતત હુમલા કરી રહ્યું છે જ્યાં રશિયન હાજર છે અને તેણે ત્યાં મોટાપાયે ઘાતક શસ્ત્રો તૈનાત રાખ્યા છે.જેમા રશિયાની મદદ વગર ઇઝરાયેલ સીરિયામાં ઇરાની સેનાને નિશાન બનાવી શકે તેમ નથી.આમ રશિયા ઇરાનથી મિસાઇલ પ્રાપ્ત કરવા માંગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.