
ઈસ્લામનો અર્થ ફક્ત ૫ ટાઈમ નમાઝ અદા કરો, એ પછી કંઈ પણ કરો તે યોગ્ય કહેવાય
બાડમેર, યોગ ગુરુ બાબા રામદેવ ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે. તેમણે ઈસ્લામ અને ઈસ્લામ ધર્મને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. બાડમેરમાં એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા બાબા રામદેવે ઈસ્લામ ધર્મને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ઈસ્લામમાં ૫ વક્તની નમાઝ પઢયા બાદ કંઈ પણ કરી શકાય છે. સેંકડોની સંખ્યામાં હાજર લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે, ઈસ્લામનો અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે.
નમાઝ પઢયા બાદ કંઈ પણ કર્યો, બધુ બરોબર છે. પછી તે હિન્દુ છોકરીઓને ઉઠાવી લેવાનું હોય તો પણ ભલે. બાબા રામદેવે ઈસાઈ ધર્મને પણ આડે હાથ લેતા હુમલો કર્યો છે. બાડમેર જિલ્લાના પનોણિયોના તલામાં આયોજીત ધર્મપુરી મહારાજ મંદિરના ૫ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચેલા બાબા રામદેવે સભાને સંબોધન કરતા વિવાદીત નિવેદન આપ્યું છે. યોગ ગુરુ બાબા રામદેવે ઈસ્લામ અને મુસલમાનો પર વિવાદીત નિવેદન આપતા કહ્યું કે, ઈસ્લામમાં ૫ ટાઈમ નમાઝ પઢયા બાદ કંઈ પણ કરી શકે છે. તેમણે કહ્યું કે, ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢવાનું છે. મુસલમાનો માટે ફક્ત નમાઝ પઢવી જરુરી છે.
નમાઝ પઢયા બાદ કંઈ પણ કરો, તે યોગ્ય છે. પછી તે હિન્દુ છોકરીઓને ઉઠાવો અને જેહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો. ઈસાઈ ધર્મ પર બોલતા બાબા રામદેવે કહ્યું કે, હાલના દિવસોમાં ચર્ચમાં જઈને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે. પણ હિન્દુ ધર્મમાં આવું કંઈ થતું નથી. બાબા રામદેવે કહ્યું કે, આવું કુરાન અથવા બાઈબલમાં નથી લખ્યું. પણ આવી વાતો કહેવામાં આવે છે. પાંચ સમય નમાઝ પઢયા બાદ જે પણ કરી શકો તેનાથી જન્નમ મળે છે.
બાબા રામદેવે આગળ કહ્યું કે, પણ જન્નતમાં દારુ મળશે તો, આવી જન્નત નરકથી પણ બેકાર છે. તમામ જમાતને ઈસ્લામમાં બદલવાના છે, લોકો આ જ ચક્કરમાં પડયા છે. આટલું બોલ્યા બાદ બાબા રામદેવે સફાઈ આપતા કહ્યું કે, હું કોઈની ટિકા નથી કરતો, પણ લોકો આ ચક્કરમાં પડયા છે. કોઈ કહે છે કે, આખી દુનિયા ઈસ્લામમાં વાપસી કરશે અને કોઈ કહે છે કે, આખી દુનિયા ઈસાઈયતમાં વાપસી કરશે. જો કે, વાપસી કરવાનો એજન્ડા તેમની પાસે નથી, પણ હિન્દુ ધર્મ સનાતમ ધર્મ આવો નથી.