ભારતીયોએ એકસાથે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો
ભારતના વધુ ચાર નાગરિકોએ વિશ્વનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને પોતાનું નામ ઈતિહાસના પાને નોંધાવી દીધુ છે.જેમા ભારતની યશી જૈન,મિથિલ રાજુ,સુનીલ કુમાર અને પાંખી હેરિસ છે.જેઓએ ગત 17મી મેએ માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કર્યો હતો.જેમાં સુનીલકુમારે માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કર્યાના 23 કલાક બાદ વિશ્વના ચોથા સૌથી ઊંચા પર્વત લ્હોત્સેએ સર કર્યો.માઉન્ટ લ્હોત્સે વિશ્વનું સૌથી ઊંચુ શિખર છે.જેની ઊંચાઈ 8516 મીટર છે.માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પર્વતારોહીઓને પહેલા પરમિટ લેવાની હોય છે જેને નેપાળ સરકાર તરફથી આપવામાં આવે છે.ત્યારે આ વર્ષે એવરેસ્ટ સર કરવા માટે રેકોર્ડ પરમિટ જારી કરવામાં આવી છે.નેપાળ સરકારે આ વર્ષે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે રેકોર્ડ 466 લોકોને પરમિટ જારી કરી છે.