રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મૂર્મૂના હસ્તે વરૂણ બુદ્ધદેવને બેસ્ટ ચાઈલ્ડ એકટર એવોર્ડ એનાયત કરાયો
તુલસીદાસ જુનિયર ફિલ્મ માટે વરૂણને રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મૂર્મૂને હસ્તે બેસ્ટ ચાઈલ્ડ એકટરનો એવોર્ડ એનાયત થયો છે.આમ નેશનલ એવોર્ડ વિનર અને ગુજરાતી કલાકાર વરૂણ બુદ્ધદેવની આ વર્ષે પાંચ ફિલ્મો રીલીઝ થઈ રહી છે.વરૂણ બુદ્ધદેવ હિન્દી સિનેમા અને ટેલિવિઝન સિરિયલો માટે જાણીતો છે.આ ફિલ્મમાં તેણે બોલિવુડના મુન્નાભાઈ સંજય દત સાથે કામ કર્યું છે.વરૂણે 8 વર્ષની ઉંમરે ટીવી કોમર્શિયલથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં તે ઘણી ટીવી જાહેરાતો,ટીવી સિરિયલો,ફિલ્મો અને વેબ-સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો.વરૂણ આજ સુધી લગભગ 100 જેટલી એડવર્ટાઈઝ,10 ફિલ્મ અને 5 સિરીયલમાં કામ કરી ચૂક્યો છે.આ સિવાય તેણે પૃથ્વીરાજ ફિલ્મમાં યુવા શીર્ષક પાત્રની ભૂમિકા ભજવી હતી.