ભારતના નૌકાદળની નવી તાકાત આઇ.એન.એસ વાગીર હશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય નૌ સેનામાં 23 જાન્યુઆરી 2023ના રોજ ઇતિહાસ રચાઇ ગયો.જેમાં આઇએનએસ વાગીર સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.ભારત પાસે આ નામની સબમરીન 1973માં પણ હતી જેણે 2001 સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપી હતી.આ કલવારી કલાસની 6 સબમરીન પાંચમા નંબરની સબમરીન છે ,જેનું નામ સેન્ડફિશની પ્રજાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે જેને સેંડ શાર્ક કહેવામાં આવે છે.આ દુશ્મનના રડારને હાથતાળી આપીને હુમલો કરે છે.ડીઝલ- ઇલેકટ્રીક એટેક આઇએનએસ વાગીરને પ્રોજેકટ પી-75 હેઠળ તૈયાર કરવામાં આવી છે.વાગીર સમુદ્રની અંદર સુરંગ બિછાવી શકે છે.દરિયામાં તેને 1150 ફૂટની ઉંડાઇએ તૈનાત કરી શકાય છે.સ્ટેલ્થ ટેકનીકથી લેસ હોવાથી તેને દુશ્મનો સરળતાથી પારખી શકતા નથી.આ એક સ્વદેશી સબમરીન છે,જેમાં ઓકસીજનનું નિર્માણ કરી શકાય છે અને વધુમાં વધુ 50 દિવસ સુધી પાણીની અંદર રહી શકે છે.આ સબમરીનની લંબાઇ 221 ફૂટ અને બીમની ઉંચાઇ 40 ફૂટ જયારે ડ્રોટ 19 ફૂટ છે.વાગીરમાં એમ.ટી.યુ 12વી એસ.ઇ 84 એન્જીન લગાવવામાં આવ્યું છે. બેટકી સેલ્સ અને ફયૂલ સેલ્સ છે જેનાથી અવાજ કરતા પણ વધુ ગતિથી હુમલો કરી શકે છે.જે સમુદ્રની લહેરો પર કલાકના 20 કિમીની ઝડપે દોડે છે જયારે તે દરિયામાં ડૂબકીઓ મારવાના કરતબ કરે ત્યારે ઝડપ બમણી થઇ જાય છે.એન્ટી શીપ મિસાઇલો ગોઠવી શકાય છે મિસાઇલો દુશ્મનના યુધ્ધપોત પર કલારના 1148 કલાકની ઝડપે ત્રાટકી શકે છે.આઇ.એન.એસ વાગીરમાં 8 નેવી ઓફિસર અને 35 સૈનિકો મોરચો સંભાળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.