
ભારતમા કોરોનાના 126 દિવસ બાદ 800થી વધુ કેસો જોવા મળ્યાં
દેશમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે.ત્યારે દેશના અલગ-અલગ રાજ્યોમાં વધતા કોરોનાના કેસોએ ચિંતામાં વધારો કર્યો છે.જેમાં આજે 126 દિવસ પછી ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 800થી વધુ કેસો આવ્યા છે.જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 841 નવા કેસો સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 5,389 થઈ ગઈ છે.જ્યારે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કોરોનાથી એક-એકનું મોત થયું છે.આ સિવાય કેરળમાંથી 2 લોકોના મોતની માહિતી મળી રહી છે.જેમાં કેરળ,મહારાષ્ટ્ર,કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો જોવા મળ્યા છે.આમ દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.