USમાં ભારતીય પતિએ પત્નીને છરીના ૧૭ ઘા ઝીંકયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, અમેરિકામાં એક ભારતીય પતિ દ્વારા તેની પત્નીની વર્ષ ૨૦૨૦માં ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેમાં કોર્ટે તેને આજીવન કેદની સજા સુનાવી છે. ફિલિપ મેથ્યુ નામના મૂળ કેરળના પતિએ તેની પત્ની મેરિન જોયની હત્યા કરી હતી. મેરિન એક નર્સ હતી. મેથ્યુ અને મેરિન વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા અને મેરિન આ લગ્નથી કંટાળી ગઈ હતી. તેના કારણે તે પતિને છોડવા માગતી હતી, તે દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ તેને છરીના ૧૭ ઘા ઝીંકયા હતા અને પછી તેના પરથી કાર ચલાવી દીધી હતી. ફિલિપ મેથ્યુએ તેની પત્નીની હત્યા ફ્લોરિડામાં એક પાર્િંકગ લોટમાં કરી હતી. મેરિન જોય સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરના આરોપ લાગ્યા હતા અને ગુનો સાબિત થઈ ગયો હતો. જોકે, મેથ્યુ મૃત્યુદંડની સજામાંથી બચી ગયો છે.

વર્ષ ૨૦૨૦માં ૨૬ વર્ષની મેરિન જોય બ્રોવર્ડ હેલ્થ કોરલ સ્પ્રિંગ હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યારે તેનો પતિ તેના પાર્િંકગ લોટમાં કાર લઈને આવ્યો હતો અને તેને ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા. મેરિન નીચે ઢળી પડી હતી અને તેનો પતિ તેના પર કાર ચલાવીને ભાગી ગયો હતો. હોસ્પિટલના કેટલાક કર્મચારી આ ઘટનાને જોઈ ગયા હતા અને બચાવવા દોડયા હતા. એક કર્મચારીએ કહ્યું કે મેથ્યુએ તેની પત્ની પર એવી રીતે કાર ચલાવી જાણે તે કોઈ સ્પીડ બમ્પ હોય. મેરી સતત રડતી હતી કે મારા મોત પછી મારા બાળકનું શું થશે. મેથ્યુએ ગયા શુક્રવારે તેની સામેના બધા આરોપો સ્વીકારી લીધા અને લડત આપવાનું પડતું મુકયું હતું. તેના કારણે તે મૃત્યુદંડની સજામાંથી બચી ગયો છે પરંતુ હવે તેણે આખું જીવન જેલમાં ગાળવું પડશે. મેરિન જોયનો પરિવાર હજુ આઘાતમાં છે.

તેની માતાને જ્યારે જાણ થઈ કે તેમની પુત્રીના હત્યારા જમાઈને કોર્ટે સજા સંભળાવી છે ત્યારે તેમને ન્યાય મળ્યાની લાગણી થઈ હતી. આ કેસમાં પતિ દ્વારા પત્નીની જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી હતી તેના કારણે તે એક ચર્ચાસ્પદ કિસ્સો બન્યો હતો. ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે આ એક આઘાતજનક ઘટના હતી. મેથ્યુએ તેની પત્નીને છરી મારી અને તેના પર કાર ચલાવી છતાં તે થોડા સમય માટે જીવીત રહી હતી અને આ હુમલા માટે તેનો પતિ જવાબદાર છે તેવું બયાન તેણે મરતા પહેલાં આપ્યું હતું. તેથી મેથ્યુ માટે છટકવાનો કોઈ રસ્તો રહ્યો ન હતો. મેથ્યુ પણ જાણતો હતો કે તે પોતાનો ગુનો નહીં સ્વીકારે તો તેને મોતની સજા થઈ શકે છે. તેથી તેણે મોતથી બચવા માટે આજીવન કેદની સજા સ્વીકારી લીધી છે. પરંતુ આખા જીવનમાં તે કયારેય રિલિઝ નહીં થઈ શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.