ભારત ચીનને કડકડતી ઠંડીમાં પણ પરસેવો છોડાવવા માટે તૈયાર, અમેરિકા સાથે મહત્વની ડીલ થઈ.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે અમેરિકા સાથે એક મહત્વની ડીલ કરી છે. આમાં લદ્દાખમાં તૈનાત જવાનો માટે ઠંડીમાં ઉપયોગમાં લેવામાં આવતો સામાન તાત્કાલિક આધાર પર ખરીદવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઠંડીમાં તૈનાતી માટે જરૂરી હતુ, કેમકે હવે ધીરેધીરે તાપમાન -30 ડિગ્રી સુધી જતુ રહેશે. સામાન ભારત અને અમેરિકાની વચ્ચે લૉજિસ્ટિક એક્સચેંજ મેમોરેંડમ કરાર અંતર્ગત ખરીદવામાં આવ્યો છે, જે બંને દેશોના સશસ્ત્ર દળોની વચ્ચે લૉજિસ્ટિક સપોર્ટ, પુરવઠો અને સેવાઓની સુવિધા પ્રદાન કરે છે.

ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં ચાલી રહેલા તણાવને અનેક મહિનાઓ વીતી ચુક્યા છે. બંને દેશોએ હજારો જવાનો, ટેન્ક, મિસાઇલ વગેરેને આ બૉર્ડરની આસપાસ તૈનાત કર્યા છે. બંને દેશોના ફાઇટર જેટ્સ સ્ટેન્ડ બાય પર છે. અત્યારે વાતચીત ચાલી રહી છે, પરંતુ ચીન પોતાની ભૂલ માનવા માટે તૈયાર નથી. આવામાં વિવાદ ઠંડીથી આગળ ખેંચાશે તેવા એંધાણ છે. એટલે કે જવાનોએ ત્યાંજ તૈનાત રહેવું પડશે. 15000 ફૂટની ઊંચાઈ પર તાપમાન -30 ડિગ્રી સુધી જાય છે.

હવે આ અઠવાડિયે ભારત અને ચીનની કોર કમાન્ડર્સની આઠમી બેઠક થઈ શકે છે. સાતમી બેઠક બાદ બંને પક્ષ વાતચીત દ્વારા વિવાદને ઉકેલવા માટે રાજી થયા હતા અને આગળ પણ સૈન્ય અને રાજદ્વારી ચેનલો માટે સંવાદ કરવાને લઇને સહમતિ બતાવી હતી. ચીન સાથે સરહદ વિવાદને જોતા લદ્દાખમાં જવાનોની સંખ્યા બમણી થઈ ગઈ છે. દર વર્ષે નવેમ્બર સુધી લદ્દાખમાં રાશન, હથિયાર, દારૂગોળાનો 6 મહિના માટે સ્ટોક રાખવામાં આવે છે, કેમકે બરફવર્ષા થતા જ લેહથી સંપર્ક કટ થઈ જાય છે. સી-17 ગ્લોબ માસ્ટર અને ચિનૂકને પણ સપ્લાય માટે કામે લગાવવામાં આવ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.