ભારતે કર્યો ખાલિસ્તાનિયોનો વિરોધ, ખાલિસ્તાનિયો પર ભડક્યુ કેનેડા
સોમવારે ભારતે કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકકેઈનને બોલાવીને ખાલિસ્તાની સમર્થકો દ્વારા 8 જુલાઈએ ઓટાવા, ટોરોન્ટો અને વેનકુવરમાં યોજાનારી રેલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે કેનેડા સરકારને રેલી રોકવા અને ખાલિસ્તાની સમર્થકો સામે કડક કાર્યવાહી કરવાની અપિલ કરી છે. ભારત સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ પ્રદર્શનને લઈને એક પોસ્ટર બહાર પાડ્યું હતું, જેના પર ભારતીય રાજદ્વારીઓના નામ પણ લખવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે 23 માર્ચની અન્ય એક ઘટનાને લઈને કેનેડાની સરકાર સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. કેહેવામા આવી રહ્યુ છે કે કેનેડામાં ભારતીય ઉચ્ચાયુક્ત સંજય વર્માએ પણ આ ઘટનાના સબંધમાં કેનેડાઈ અધિકરીઓ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે. હકીકતમાં, 23 માર્ચે, કેટલાક શીખ ઉગ્રવાદીઓ દ્વારા હાઇ કમિશન પરિસરમાં ધુમાડાના ડબ્બા ફેંકવાનો મામલો સામે આવ્યો હતો. સોમવારે વિદેશ મંત્રાલય અને કેનેડા ઉચ્ચાયુક્ત વચ્ચે બેઠક થયા પછી આજ એટલે કે મંગળવારે કેનેડાના વિદેશ મંત્રાલયને પણ એક વર્બલ નોટ મુકવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા ખાલિસ્તાનીઓના સૌથી મોટા અડ્ડા તરીકે ઉભરી આવ્યું છે. ભારતમાં જ્યારે પણ ખાલિસ્તાની સમર્થકો પર કાર્યવાહી થાય કે પછી એમના અડ્ડા પર દરોડા પાડવામા આવે છે તો એની સીધી અસર કેનેડા પર થાય છે. કેનેડાએ ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનના ઘણા આતંકવાદીઓને આશ્રય આપ્યો છે. તેમાંથી ઘણાના માથા પર લાખો રૂપિયાનું ઈનામ પણ લગાવવામાં આવ્યું છે, આમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું.
કેનેડામા રહેતો ખાલિસ્તાની આતંકી નિજ્જરની 18 જુને બે અજ્ઞાત બંદુકધારિયો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના વિરોધમાં કેનેડામાં રહેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 જુલાઈએ ઓટાવા, ટોરંટો અને વેનકુવરમાં વિરોધ રેલી અને પ્રદર્શન કરવાની ઘોષણા કરી છે. ખાલિસ્તાની સમર્થકોનુ કહેવુ છે કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે.
ભારતની આપત્તિઓ પર કેનેડાઈ સરકારે પ્રતિક્રિયા આપી છે. કેનેડાઈ સરકારે દેશમાં ભારતીય મિશનો સામે ખાલિસ્તાની સમર્થકોની પ્રસ્તાવિત રેલીનો અસ્વીકાર કર્યો છે. સોમવારે સાંજે ટ્વિટર પર જાહેર કરાયેલા એક નિવેદનમાં કેનેડાના વિદેશ બાબતોના મંત્રી મેલાની જોલીએ જણાવ્યું હતું કે કેનેડા રાજદ્વારીઓના સંરક્ષણ પર વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓને ખૂબ ગંભીરતાથી લે છે.a