India Post Recruitment 2023: ઇન્ડીયા પોસ્ટમાં ભરતી, પરીક્ષા વગર ડાયરેક્ટ સિલેકશન; અરજી ફીમાં છૂટછાટ
ઈન્ડિયા પોસ્ટે GDS 2023 શેડ્યૂલ II (ગ્રામીણ ડાક સેવક) માટે GDS 2023 શેડ્યૂલ-1 માટે નોટિફિકેશન બહાર પાડી છે. ભારતમાં પોસ્ટ ઓફિસો (BO) હેઠળ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)/ ડાક સેવકની પોસ્ટ માટે લગભગ 30041 જગ્યાઓ ખાલી છે.
લાયક ઉમેદવારોએ 03 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2023 દરમિયાન સત્તાવાર ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ એટલે કે indiapostgdsonline.gov.in દ્વારા અરજી કરવાની રહેશે. તેઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
ઉમેદવારોની પસંદગી મેરિટ આધારિત થશે. આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહિ. GDS પોસ્ટ્સ માટે રસ ધરાવતા ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ અને ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઈન્ડિયા પોસ્ટ ઉમેદવારોની નિમણૂક 10મા ગુણના પર્સેન્ટાઈલના આધારે કરશે. આ પદો માટે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને રૂ. 12,000/- થી રૂ. 24,470 ની વચ્ચે પગાર મળશે.
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે, SC/ST/PWD કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. ઈન્ડિયા પોસ્ટ મેરીટના આધારે ઉમેદવારોની પસંદગી કરશે. ઈન્ડિયા પોસ્ટ 10મા ધોરણ (એસએસસી) અથવા તેની સમકક્ષમાં ઉમેદવાર દ્વારા મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટની ગણતરી કરશે.
ડોક્યુમેન્ટ વેરીફીકેશન: મેરીટ લીસ્ટમાંથી શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવશે. આ તબક્કા દરમિયાન, ઉમેદવારોએ તેમની પાત્રતા ચકાસવા માટે તેમના મૂળ દસ્તાવેજો રજૂ કરવા પડશે. સફળ દસ્તાવેજ ચકાસણી પછી, ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે અને સંબંધિત પોસ્ટ સર્કલમાં gdsનાં રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે.
Tags india job POST OFFICE Rakhewal