ભારતથી આવતા મહિનાના અંત સુધીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એવિએશન મિનિસ્ટ્રીના સેક્રેટરી રાજીવ બંસલે કહ્યું હતું કે લાંબાસમયથી પ્રભાવિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન વર્ષના અંત સુધીમાં નોર્મલ થઈ શકે છે. કોરોના મહામારીને કારણે ગત માર્ચમાં શિડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરવામાં આવી હતી. વર્તમાનમાં પ્રતિબંધોમાં ઢીલ અને કોરોના વેક્સિનેશનનું કવરેજ વધવાની સાથે ભારતે કેટલાક દેશોની સાથે એર બબલ એરેન્જમેન્ટ અંતર્ગત ફ્લાઈટ શરૂ કરી છે. ત્યારે વર્તમાનમાં ભારતે અમેરિકા, બ્રિટન,યુએઈ સહિત 31 દેશની સાથે એરબબલ એરેન્જમેન્ટ કરી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની જેમજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવી હતી. પરંતુ બે મહિનાના બ્રેક પછી મે 2020માં લિમિટેડ કેપેસિટી સાથે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. ગત મહિને ડોમેસ્ટિક ફ્લાઈટ્ને પૂરી ક્ષમતાની સાથે ઉડાનની પરવાનગી આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.