‘અર્થવ્યવસ્થાના રેન્કિંગમાં 11માં સ્થાનેથી 5માં સ્થાને પહોંચી ગયું ભારત’. ટૂંક સમયમાં આવશે ત્રીજા નંબરે’, જયશંકરે કર્યો દાવો
એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય વિદેશ મંત્રી જયશંકર પ્રસાદે કહ્યું કે આખું વિશ્વ હવે ભારતને એક એવા દેશ તરીકે જુએ છે જે પોતાની સમસ્યાઓ જાતે જ હલ કરી શકે છે. તેમણે કહ્યું કે દેશ તેના ઉપભોક્તા હિત, ઉર્જા વિકલ્પો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉભો છે. જયશંકરે વધુમાં કહ્યું કે આજનું ભારત અલગ છે.
તેમના સંબોધનમાં જયશંકરે કહ્યું, “વિશ્વે જોયું કે ભારતે કોવિડ-19 રોગચાળાનો કેવી રીતે સામનો કર્યો. અમે લગભગ 100 દેશોમાં રસી મોકલી. અમે વિદેશમાં પણ અમારા નાગરિકોની સંભાળ રાખીએ છીએ. તેમની સલામતી માટે, અમે ગંગા, કાવેરી અને અજય અજય જેવા અભિયાનો ચલાવ્યા”
તેમણે વધુમાં કહ્યું કે, “વૈશ્વિક પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં, આપણી અર્થવ્યવસ્થા આઠ ટકાની વૃદ્ધિ પામી છે. એક દાયકા સુધી, ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રેન્કિંગમાં 11મા સ્થાને હતું, જે હવે પાંચમા સ્થાને પહોંચી ગયું છે અને ખૂબ જ ટૂંક સમયમાં તે ત્રજા સ્થાને આવી જશે.જયશંકરે કહ્યું કે આજે ભારત પૂર્વ અને પશ્ચિમમાં કોરિડોર પર કામ કરી રહ્યું છે, જે એટલાન્ટિકને એશિયા દ્વારા પેસિફિક સાથે જોડશે.
જયશંકર સિંગાપોર, ફિલિપાઈન્સ અને મલેશિયા જશે
કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર 23 થી 27 માર્ચ સુધી વિદેશ પ્રવાસ પર રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ સિંગાપોર, ફિલિપાઈન્સ અને મલેશિયાની મુલાકાત લેશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ત્રણેય દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવાનો છે.