ભારતમા દવાઓના ઓવરડોઝથી 2300 લોકોના જીવ ગયા
રાષ્ટ્રીય અપરાધ બ્યુરો અનુસાર દેશમાં 2017 થી 2019 દરમિયાન દવાઓના ઓવરડોઝથી 2300 લોકોના મોત થયા છે.જેમા જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના 30 થી 45 વર્ષની વયના લોકો છે.જેમા 2017માં 745,2018માં 875 અને 2019માં 704 લોકોએ જીવ ગુમાવ્યા હતા.જેમા રાજસ્થાનમાં સૌથી વધુ 338,કર્ણાટકમાં 239,ઉતરપ્રદેશમાં 236 લોકોએ દવાના ઓવરડોઝથી જીવ ગુમાવ્યા હતા.આ સિવાય 2017 થી 2019 વચ્ચે 14 વર્ષથી ઓછી વયના 55 બાળકોના મોત થયા હતા.