ભારત હવે કમજોર નથી…જાણો બ્રિટનમાં ચીનને લઈને શું કહ્યું રાજનાથ સિંહે?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ બ્રિટનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ચીન વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ભારત ચીનને પોતાનો હરીફ નથી માનતું. કદાચ ચીન એવું માને છે. રાજનાથ સિંહે કહ્યું કે અમે કોઈને અમારા હરીફ નથી માનતા. 2020 માં, બંને વચ્ચે સામસામે લડાઈ થઈ અને અમારા સૈનિકોએ તેમને હરાવ્યા છે.

તેમણે કહ્યું કે કદાચ આ જ કારણ છે કે ચીનનું ભારત પ્રત્યેનું વલણ બદલાયું છે. તેઓ સમજી ગયા છે કે ભારત હવે નબળું નથી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પહેલા આપણે સંરક્ષણ ઉપકરણોના સૌથી મોટા આયાતકાર હતા પરંતુ હવે આપણે સંરક્ષણ વસ્તુઓની નિકાસના મામલે ટોચના 25 દેશોમાં છીએ.

ભારત બ્રિટન સાથે સમૃદ્ધ ભાગીદારી ઈચ્છે છે

સાથે જ બ્રિટનને લઈને રાજનાથ સિંહે કહ્યું કે ભારત બ્રિટન સાથે સમૃદ્ધ ભાગીદારી ઈચ્છે છે. તેમણે કહ્યું કે ભારત અને બ્રિટનના સંબંધો ઘણા સારા રહ્યા છે. બંને દેશ સાથે મળીને મહાન કામ કરી શકે છે. યુકેના સંરક્ષણ પ્રધાન ગ્રાન્ટ શેપ્સ સાથે યુકે-ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડસ્ટ્રીના સીઈઓ રાઉન્ડટેબલની સહ-અધ્યક્ષતા કરતા રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સતત આગળ વધી રહ્યું છે.

ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની શકે છે

તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે. ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની શકે છે. આ દરમિયાન રાજનાથ સિંહે ભારત અને બ્રિટન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો. આપને જણાવી દઈએ કે બ્રિટનની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, રક્ષા મંત્રી ગ્રાન્ટ શૅપ્સ અને વિદેશ મંત્રી ડેવિડ કેમરન સહિત ઘણા નેતાઓને મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.