
ભારત-જર્મની સાથે મળી છ યુદ્ધજહાજ બનાવશે
ભારત-જર્મની સાથે મળીને ભારતીય નેવી માટે જર્મનીના સહયોગથી 52 અબજ ડોલરના ખર્ચે 6 જહાજનું નિર્માણ કરશે.જે અંગે જર્મનીના સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ્ટોરિયસે લગભગ 43,૦૦૦ કરોડના ખર્ચે 6 જહાજના નિર્માણની ભારતની યોજનામાં રસ દાખવ્યો હતો.જેમા પિસ્ટોરિયસ સાથેની મંત્રણામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત-જર્મની વચ્ચેના સંરક્ષણ સંબધો વધુ મજબૂત બની શકે છે.આ સિવાય સિંહે જર્મનીને ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમા સંરક્ષણ રોકાણ કરવાનુ આમંત્રણ આપ્યું હતુ.આમ બંને સંરક્ષણ પ્રધાનોએ ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં ચીન વધતી જતી આક્રમકતા સહિત ક્ષેત્રીય સુરક્ષાની પણ સમીક્ષા કરી હતી.જર્મનીના સંરક્ષણ પ્રધાન ચાર દિવસના ભારતના પ્રવાસ હેઠળ દિલ્હી પહોંચ્યા હતા.પિસ્ટોરિયસ 2015 પછી ભારતની મુલાકાતે આવનાર જર્મનીના પ્રથમ સંરક્ષણ પ્રધાન છે.