યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે, અમેરિકાને PM મોદી પર છે વિશ્વાસ
ભારત ઇચ્છે તો રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. એટલું જ નહીં, વ્હાઇટ હાઉસને પણ વિશ્વાસ છે કે ભારત યુક્રેન યુદ્ધને રોકી શકે છે. રાષ્ટ્રપતિ જો બિડેનથી લઈને અન્ય અમેરિકન નેતાઓને પીએમ મોદીની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે. આ જ કારણ છે કે રશિયા અને યુક્રેનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ જો બિડેને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. તમને એ પણ જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ રશિયાના પ્રવાસ બાદ યુક્રેન ગયા હતા. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને મોદી સાથે ફોન પર વાત કરી હતી.
કિર્બીને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને લાગે છે કે ભારત યુદ્ધ ખતમ કરવામાં ભૂમિકા ભજવી શકે છે. “કોઈપણ દેશ જે આ યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે તૈયાર છે અને રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના વિશેષાધિકાર, યુક્રેનિયન લોકોના વિશેષાધિકારો, ન્યાયી શાંતિ માટેની તેમની યોજનાને ધ્યાનમાં રાખીને આમ કરે છે,” કિર્બીએ કહ્યું અમે ચોક્કસપણે તેમની ભૂમિકાને આવકારીશું.