ભારત-ઓસ્ટ્રેલિયાએ નવા સંરક્ષણ કાર્યક્રમની જાહેરાત કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારત-ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટિટ્યૂટે નવા સંરક્ષણ કાર્યક્રમની જાહેરાત કરી છે.જેમા તેને આગામી 7 ફેબ્રુઆરીએ કેનબેરામાં લોન્ચ કરવામાં આવશે.ત્યારે આ કાર્યક્રમનું નેતૃત્વ સુરક્ષા અને ભૂ-રાજનીતિના નિર્દેશક ડેવિડ બ્રેવસ્ટર કરશે.આમ ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન તેમજ સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લેસ સભાને સંબોધન કરશે.જે સુરક્ષા કાર્યક્રમ સુરક્ષા,રક્ષા,વિદેશનીતિ અને બંને દેશો માટે મહત્વપૂર્ણ રણનીતિક બાબતો તેમજ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભૂ-રાજકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.જેમા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી અને 2+2 મંત્રીમંડળીય સંવાદ અંતર્ગત બંને દેશોએ એક સ્થિર,શાંતિપૂર્ણ,સમૃદ્ધ અને સર્વસમાવેશક પ્રદેશનું નિર્માણ કરવા તથા બહુપક્ષીય સંસ્થાઓની અંદર સંરક્ષણ સુરક્ષા સહકાર વધારવાનો સંકલ્પ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.