દેશભરમાં વરસાદી માહોલ વચ્ચે સિમલામાં ગરમીના પ્રમાણમાં વધારો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : ગ્લોબલ વોર્મિંગ જલવાયુ પરિવર્તનની અસર હવે કિનારાના ક્ષેત્રોની સાથે સાથે દેશના મેદાની અને પર્વતીય ક્ષેત્રોમાં પણ પહોંચી ત્યાં સુધી કે મેદાની વિસ્તાર કરતા પર્વતીય વિસ્તારોમાં ગરમ દિવસોની સંખ્યા વધી છે. ભોપાલ અને સિમલામાં ગરમ દિવસોની સંખ્યા 183 ટકા વધી છે. એપ્રિલની ગરમી પર શુક્રવારે જાહેર ગ્રીન પીસ ઈન્ડીયાનો 2021-22નો તુલનાત્મક રીપોર્ટ ચોંકાવનારા આંકડા રજૂ કરે છે. આ રિપોર્ટ દર્શાવે છે કે આ વર્ષે પહાડી વિસ્તારોની ગરમીએ મેદાની વિસ્તારોને પણ પાછળ રાખી દીધા છે.

આ રિપોર્ટમાં 10 શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. સિમલા અને ભોપાલમાં ગરમ દિવસોની સંખ્યા 183 ટકા સુધી વધી છે જયારે લખનૌમાં 145 ટકા, જયપુરમાં 136 ટકા, દિલ્હીમાં 122 ટકા અને પટણામાં આવા દિવસોની સંખ્યા 27 ટકા વધી છે. જો કે મુંબઈ, કોલકાતા, હૈદ્રાબાદ, ચેન્નઈમાં અપક્ષાના પ્રમાણમાં જલવાયુ પરિવર્તનની ઓછી અસર જોવા મળી છે. ગ્રીનપીસના અનુસાર જલવાયુ પરિવર્તનની સુરક્ષિત સીમા પર થઈ ગઈ છે, હાલ બધા જલવાયુ સંકટના દોરમાંથી પસાર થઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.