સરકારી કર્મચારીઓના DA માં વધારો, મહિલા અને સરકારી કર્મચારીઓને મળ્યા બમ્પર ઈનામ

ગુજરાત
ગુજરાત

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે મહિલાઓ, ખેડૂતો અને કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. એક તરફ, સરકારે તેના અંદાજે 1.5 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા પીએમ ઉજ્જવલા યોજનાનો સમયગાળો એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 2024-25 માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં રૂ. 285નો વધારો કરીને રૂ. 5,335 પ્રતિ ક્વિન્ટલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હેઠળ લગભગ 48 લાખ કર્મચારીઓ કામ કરે છે. આ સિવાય કેન્દ્ર સરકાર પાસેથી પેન્શન મેળવનારા પેન્શનરોની સંખ્યા લગભગ 68 લાખ છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા આ તમામની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થવાની ખાતરી છે.

મોંઘવારી ભથ્થું વધીને 50% થયું

સરકારના DAમાં 4 ટકાના વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારના 50 ટકા થઈ ગયું છે. એટલું જ નહીં, 1 જાન્યુઆરી, 2024થી વધેલું મોંઘવારી ભથ્થું લાગુ થશે, આવી સ્થિતિમાં તેમને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું એરિયર્સ પણ મળશે.

ડીએમાં વધારા સાથે, પરિવહન ભથ્થું, કેન્ટીન ભથ્થું અને ડેપ્યુટેશન ભથ્થું અને સરકારી કર્મચારીઓના અન્ય ભથ્થામાં 25 ટકા સુધીનો વધારો થયો છે. કર્મચારીઓનું મકાન ભાડું ભથ્થું હવે તેમના મૂળ પગારના 27 ટકાને બદલે 30 ટકા થશે. કર્મચારીઓના ગ્રેચ્યુઈટી લાભમાં 25 ટકા સુધીનો વધારો થયો છે. આવી સ્થિતિમાં ગ્રેચ્યુટીની મર્યાદા વર્તમાન 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. આનાથી લાંબા ગાળે તેમના નિવૃત્તિ લાભમાં વધારો થશે.

આટલો બોજ સરકારી તિજોરી પર આવશે

કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા/મોંઘવારી રાહતમાં આ વધારા બાદ સરકારી તિજોરી પર વાર્ષિક કુલ રૂ. 12,869 કરોડનો બોજ પડશે. બાકી ચૂકવણીને કારણે આ રકમ વર્ષ 2024-25માં રૂ. 15,014 કરોડ થશે. વિવિધ ભથ્થાંમાં વધારાથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 9,400 કરોડનો બોજ પડશે.

ઉજ્જવલા સબસિડીનો લાભ મળતો રહેશે

આ સાથે કેન્દ્રીય કેબિનેટે પીએમ ઉજ્જવલા યોજનાની અવધિ 31 માર્ચ 2025 સુધી લંબાવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા જ સરકારે PM ઉજ્જવલા યોજનાની અવધિ વધારવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને એક વર્ષમાં 12 સબસિડીવાળા LPG સિલિન્ડર મળે છે.

પીએમ ઉજ્જવલા યોજના હેઠળ, મહિલા લાભાર્થીઓને 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. આ રીતે, દિલ્હીમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીને એલપીજી સિલિન્ડરની કિંમત માત્ર 603 રૂપિયા છે.

દેશમાં AI મિશન શરૂ થશે

કેબિનેટ બેઠકના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કેન્દ્ર સરકારે AIને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે દેશમાં AI મિશન શરૂ કરવામાં આવશે. આ માટે કેબિનેટે 10,372 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ દેશમાં AI ઇકોસિસ્ટમને ઝડપથી મજબૂત બનાવવામાં મદદ કરશે.

આ સિવાય સરકારે ગોવામાં અનુસૂચિત જનજાતિના આરક્ષણ માટે નવી વ્યવસ્થાને મંજૂરી આપી છે. હવે ગોવામાં નવા અનુસૂચિત જનજાતિના ઉમેરા બાદ તેમની સંખ્યા વધી છે, જે અંદાજે દોઢ લાખ છે. આ માટે સરકાર સંસદમાં નવો કાયદો લાવશે જે ગોવામાં પોપ્યુલેશન કમિશનરને સત્તા આપશે. તેઓ ગોવામાં અનુસૂચિત જનજાતિની વસ્તી ગણતરી કરશે અને વિધાનસભા ચૂંટણીમાં તેમના માટે અનામતનો અમલ કરશે.

ઉત્તર પૂર્વમાં ઉદ્યોગોનો વિકાસ થશે

તે જ સમયે, સરકારે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ માટે નવી યોજના ‘નોર્થ ઈસ્ટ ટ્રાન્સફોર્મેશન ઈન્ડસ્ટ્રિયલાઈઝેશન સ્કીમ-2024 (ઉન્નતિ-2024)ને મંજૂરી આપી છે. ઉત્તર-પૂર્વના 8 રાજ્યોના યોગ્ય વિકાસ માટે આ એક યોજના હશે. આ માટે સરકારે 10,237 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.