UP માં યુવતીનો દુપટ્ટો ખેંચતા નીચે પટકાઇ બાઇક ચડાવીને યુવતીની હત્યા કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

યુપીના આંબેડકરનગરમાં અસામાજિક તત્વોની કરતુતથી પરેશાન ઇન્ટરમીડિયેટ વિદ્યાર્થીનીના મોત બાદ ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જો કે ભાગવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન આરોપીઓએ પોલીસ કર્મચારીઓની બંધુક છીનવવાનો પ્રયાસ કર્યો અને ફાયરિંગ પણ કર્યું. ત્યાર બાદ જવાનોએ જવાબી કાર્યવાહીમાં તેને ગોળી મારી દીધી. પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી શાહબાદ અને ફૈઝલના પગમાં ગોળી વાગી જ્યારે ત્રીજા આરોપીનો ભાગતા સમયે પગ તુટી ગયો છે.

છેડછાડ કરવા માટે રોડ પર જ દુપટ્ટો ખેંચી લીધો
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે શાળાથી પરત ફરતા સમયે કેટલાક યુવકોએ વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી હતી અને તેનો દુપટ્ટો ખેચી લીધો હતો. જેના કારણે વિદ્યાર્થીની સાયકલ પરથી રસ્તા પછડાઇ હતી. ગાડીની ટક્કર બાદ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી વિદ્યાર્થીનીના પિતા ખુબ જ આઘાતમાં છે. મૃતક યુવતીનાં પિતાએ જણાવ્યું કે, તેની પુત્રી બાયોલોજીની વિદ્યાર્થીની હતી. અભ્યાસમાં ખુબ જ સારી હતી અને ડોક્ટર બનવા માંગતી હતી. પિતા સભાજીત વર્માએ જણાવ્યું કે, મૌખિક રીતે પોલીસને મૌખિક રીતે ફરિયાદ કરી હતી જો કે પોલીસ હંમેશાની જેમ સરકારી મોડમાં જ હતી. જો કે સમયે કાર્યવાહી થઇ હોત તો આજે તેમની પુત્રી જીવતી હોત. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીનીઓ બાદમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

મૃતકની મિત્રએ શું જણાવ્યું?
યુવતી પોતાના મિત્રો સાથે શાળાએથી પરત ફરી રહી હતી. મૃતક વિદ્યાર્થીની મિત્રએ રડતા રડતા જણાવ્યું કે, શાહબાજ, ફૈઝલ અને અન્ય એક યુવક તેનો પીછો કરી રહ્યા હતા. તેઓ પહેલા જ એવું જ કરતા હતા. શુક્રવારે સીધો દુપટ્ટો ખેંચી લીધો જેના કારણે તે સાયકલ પરથી પછડાઇ હતી. પાછળથી ફૈઝલે તેના પર બાઇક ચડાવી દીધી હતી.

યુવતીની મિત્રએ વર્ણવી આપવિતિ
જ્યાં સુધીમાં હું ત્યાં પહોંચી તેના મોઢામાંથી લોહી આવી રહ્યું હતું. તે કાંઇ પણ બોલી નહોતી શકતી. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી. મૃતક વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું કે, તેની માતાના મોતને 8 વર્ષ થઇ ચુક્યા હતા. અભ્યાસ સાથે સાથે તે ઘરકામ પણ કરતી હતી. જો કે હવે તેનુ મોત થઇ ચુક્યું છે.

એસપીએ કડક કાર્યવાહીની બાંહેધરી આપી
બીજી તરફ ઘટના અંગે આંબેડકર નગરના એસપી અજીત સિન્હાએ જણાવ્યું કે, વિદ્યાર્થીની પર હુમલાના આરોપી શાહબાજ અને ફૈઝલની મેડિકલ દરમિયાન ભાગતા સમયે પોલીસ એન્કાઉન્ટરમાં પગમાં ગોળી લાગી છે. ત્રીજા આરોપીનો પગ તુટી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આઇસીપીની કલમ 302 સાથે જ પોસ્કો એક્ટમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.