
મુંબઈ લોકલમાં છેલ્લા 8 વર્ષમા 18 હજાર વાર સિગ્નલમા ખામી સર્જાઇ
ઓડિશાના બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં સિગ્નલમાં ખામી જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે સિગ્નલમાં ખામીની સમસ્યા તો વારંવાર મુંબઈ લોકલમાં પણ ઉભી થાય છે જેમાં છેલ્લા 8 વર્ષમાં ટેકનિકલ ખામીના 18,૦૦૦ થી વધુ બનાવો બન્યા છે.જેના કારણે ઘણી લોકલ સેવાઓ પ્રભાવિત થઈ છે અને પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં મૂકાઈ છે.આમ રેલવેએ થોડાવર્ષો પહેલા સીબીટીસી તરીકે ઓળખાતી અત્યાધુનિક ડિજિટલાઇઝ્ડ સિગ્નલ સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય કાગળ પર જ રહ્યો છે.આમ મુંબઈમા લોકલ ટ્રેનોને મુંબઈવાસીઓની લાઈફલાઈન તરીકે ઓળખવામાં આવે છે જેમાં સરેરાશ 70 લાખથી 75 લાખ લોકો સેન્ટ્રલ તેમજ વેસ્ટર્ન રેલવેલાઇન પર દરરોજ 3 હજારથી વધુ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરે છે.પરંતુ તેમ ઘણીવાર સિગ્નલ ફેલ થવાના કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી છે.ત્યારે આરટીઆઈ દ્વારા વર્ષ 2014 થી 2019 સુધીના આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં સેન્ટ્રલ રેલવેલાઇન પર 15,૦૦૦થી વધુ સિગ્નલ સિસ્ટમ નિષ્ફળતાઓ સામે આવી છે.આ સિવાય વર્ષ 2020 થી 2023 સુધીમાં અંદાજે 3000 વાર સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાઈ છે.ત્યારે આ સિસ્ટમમાં ખામી અટકાવવા માટે સેન્ટ્રલ રેલવે દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન એમયુટી પી-થ્રીએ પ્રોજેક્ટ હેઠળ અત્યાધુનિક સિગ્નલ સિસ્ટમ સ્થાપિત કરી રહ્યું છે.જેના માટે રૂ.1391 કરોડનો ખર્ચ અપેક્ષિત છે,પરંતુ હાલ આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે.જ્યારે બીજીબાજુ વર્ષ 2014 થી 2021 સુધી દર વર્ષે સિગ્નલમાં ખરાબીના 2 હજાર થી 4 હજાર કિસ્સા નોંધાયા છે.જેમાં સીબીટીસી પ્રોજેક્ટ સેન્ટ્રલ રેલવેની મુખ્ય લાઇન પર સીએસટી થી કલ્યાણ સુધી,પશ્ચિમ રેલવે પર ચર્ચગેટ થી વિરાર અને હાર્બરમાં સીએસટી થી પનવેલ સુધી અમલમાં આવશે.આ સિગ્નલ સિસ્ટમ ડિજિટલ છે.જેમા ટ્રેન ચલાવતી વખતે મોટરમેનને સ્પીડ કંટ્રોલ રૂમમાંથી સિગ્નલ દ્વારા વેગની તાત્કાલિક સૂચનાઓ મળે છે.