
સ્વીડનમા 5 ટકા લોકો સ્મોકિંગના બંધાણી જોવા મળ્યા
વિશ્વના સમૃધ્ધ દેશોમાં સ્થાન પામનારા યુરોપિયન દેશ સ્વીડનમાં સ્મોકિંગ કરનારાઓની સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે.જ્યા 5 ટકાથી પણ ઓછો લોકો રોજ સ્મોકિંગ કરે છે.જે યુરોપિયન યુનિયનના દેશોમાં આ ટકાવારી સૌથી ઓછી છે.જેમા જાહેર સ્થળો પર કેટલાય વર્ષો થી સ્મોકિંગ પર પ્રતિબંધ મુકવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને સ્મોકિંગ સામેના કડક કાયદાના કારણે સ્વીડનમાં ફેફસાના કેન્સરનો રેટ દુનિયાના બીજા દેશો કરતા બહુ ઓછો થઈ ચુકયો છે.