મુઝફ્ફરપુરમાં બસે મજૂરોને કચેડ્યાં, ૬ના મોત; ગુનામાં બસ-ટ્રકની ટક્કરમાં ૮ મજૂરોના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં બે દુર્ઘટનામાં ૧૪ મજૂરોના મોત થયા છે. સાથે જ ૫૫થી વધારે લોકો ઘાયલ થયા છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં બુધવારે મોડી રાતે ૧૧.૪૫ વાગ્યે રોડવેઝે પગપાળા જઈ રહેલા મજૂરોને કચડી નાંખ્યા હતા. આ દુર્ઘટનામાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. જેમાંથી બે ઘાયલોને સારવાર માટે મેરઠ મોકલવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે, ૧૦ મજૂર પંજાબથી બિહાર ઝઈ રહ્યા હતા. મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઈવે પર ઘલૌલી ચેકપોસ્ટથી આગળ રોહાના ટોલ પ્લાઝાની નજીક પહોંચ્યા હતા જ કે પુરઝડપે આવી રહેલી રોડવેઝ બસે કચેડી નાંખ્યા હતા. દુર્ઘટના બાદ બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

મૃતક મજૂરોમાંથી ૬ ગોપાલગંજના રહેવાસી હતા. તેમની ઓળખાણ હરેક સિંહ(૫૨), વિકાસ(૨૨), વાસુદેવ(૨૨)હરિશ સાહની(૪૨) અને વીરેન્દ્ર (૨૮) તરીકે થઈ હતી. સાથે જ સુશીલ અને રામજીત સિવાય બે અન્ય પણ આ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. તેમને મેરઠ મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયા છે.મધ્યપ્રદેશઃ બસને ટ્રકે ટક્કર મારી, ૫૦ ઘાયલ
મધ્યપ્રદેશના ગુનામાં પણ એક દુર્ઘટનામાં ૮ મજૂરોના મોત થયા છે. દુર્ઘટના મોડી રાતે બે વાગે બની હતી. બસને એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. મૃતકોમાંથી તમામ મજૂર ઉત્તરપ્રદેશના હતા. આ તમામ તેમના ઘરે પાછા જઈ રહ્યા હતા. આ લોકો કોઈ શહેરમાંથી પાછા આવી રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.