
મણિપુરમાં ફરીવાર બે જૂથ વચ્ચે ગોળીબાર થયો
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરત ગયા બાદ મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી છે.ત્યારે મણીપુરમાં સોમવાર સવારે હથિયારધારી બે સમૂહો વચ્ચે ગોળીબારમાં 3 લોકોના મોત થયા હતા,જયારે 4 લોકો ઘાયલ થયા છે.આ ઘટના રાજ્યના ક્રાંગચુપ વિસ્તારમાં થઈ હતી.જેમાં ઘાયલોને ઈમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જયારે સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને લૂંટાયેલા 790 અત્યાધુનિક અને ઓટોમેટિક હથિયારની સાથે 10,648 જેટલા દારૂગોળા જપ્ત કર્યા છે.