મહારાષ્ટ્રમાં ફુલ સ્પીડમાં આવતી ટ્રકે 3 ગાડીઓને જોરદાર ટક્કરથી ઉછાળી પછી હોટલમાં ઘુસી, 10 લોકોનાં મોત
મહારાષ્ટ્રના ધુલેમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. બ્રેક ફેઈલ થવાને કારણે મુંબઈ-આગ્રા હાઈવે પર એક ટ્રક એક હોટલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયાં છે. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. મુંબઈ-આગ્રા હાઈવે પર શિરપુર તાલુકાના પલાસનેર ગામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.
અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, તેમાં ટ્રક ઝડપથી આવતી દેખાઈ રહી છે. પહેલાં તેણે સફેદ રંગની કારને ટક્કર મારી. અથડામણ પછી ટ્રક રસ્તાની બાજુની હોટલમાં પલટી ખાઈ ગઈ. હોટલમાં બેઠેલા અનેક લોકોને ટ્રકે કચડી નાખ્યા.