મધ્યપ્રદેશમાં વિદેશથી પરત આવેલા 8 લોકો ઓમિક્રોન પોઝિટિવ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં 8 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. તમામ દર્દીઓ ઈન્દોરના છે. તેમાંથી 6 સ્વસ્થ થઈને પોતાના ઘરે જઈ ચુક્યા છે, જ્યારે 2 હોસ્પિટલમાં દાખલ છે. રવિવારે રાજ્યનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ઈન્દોરમાં 26 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે.

તેમનાં સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતાં. તેમનાં રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ટી થઈ છે. તેમને શરદી-ઉધરસ જેવા કોઈ લક્ષણો ન હતા.

જ્યારે, હિમાચલમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. મંડી જીલ્લાની સંક્રમિત મહિલા કેનેડાથી પરત ફરી હતી. આ તરફ ઓડિશામાં પણ 4 લોકોમાં ઓમિક્રોનની પુષ્ટી થઈ છે. સંક્રમિતોમાં 2 નાઈજીરિયા, જ્યારે 2 લોકો સાઉદી અરબથી પરત આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનનાં કુલ 474 કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.