ઈન્ડિયામાં અત્યાર સુધીમાં ૯૧,૩૭૪ કેસ; તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવાયુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 168

નવી દિલ્હી. તમિલનાડુ સરકારે પણ રાજ્યમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ મહારાષ્ટ્ર, પંજાબ, મિઝોરમમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. પંજાબમાં કર્ફ્યૂ ૧૮ મેથી સમાપ્ત કરવામાં આવશે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૧,૩૭૪ થઈ ગઈ છે. રવિવારે દિલ્હીમાં ૪૨૨, રાજસ્થાનમાં ૧૨૩, ઓરિસ્સામાં ૯૧, કર્ણાટકમાં ૫૪, આંધ્ર પ્રદેશમાં ૨૫ અને આસામમાં ૩ દર્દી મળ્યા હતા. દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ ૩૧ જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. તેના ૭૪ દિવસ બાદ ૧૩ એપ્રિલના રોજ ૧૦,૪૫૪ થયો છે. જોકે છેલ્લા ૧૦ હજાર સંક્રમણના કેસ ૩ દિવસમાં વધ્યા છે. ૧૩ મેના રોજ ૭૮,૦૫૬ દર્દી હતા. ત્રણ દિવસ બાદ ૧૬ મેના રોજ આ આંકડા ૯૦ હજારને પાર થઈ ગયો છે.
આ અગાઉ શનિવારે એક દિવસમાં સૌથી વધારે ૪,૭૯૨ દર્દી વધ્યા હતા તો ૩,૯૭૯ દર્દીને સારું થઈ ગયુ છે. બીજી બાજુ ગુજરાત અને તમિનાડુમાં ૧૦ હજારને પાર થઈ ગયો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ૯૦,૯૨૭ સંક્રમિત છે. ૫૩,૯૪૬ દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. ૩૪,૧૦૮ને સારું થઈ ગયું છે. જ્યારે ૨,૮૭૨ લોકોના મોત થયા છે.

                                અપડેટ્સ

  • મહારાષ્ટમાં કોરોના પોઝિટિવના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં લોકડાઉનને ૩૧મે સુધી લંબાવવાની આજે જાહેરાત કરવામાં આવી છે.
  • શનિવારે મહારાષ્ટ્રમાં ૧૬૦૬, ગુજરાતમાં ૧૦૫૭, તમિલનાડુમાં ૪૭૭, દિલ્હીમાં ૪૩૮, રાજસ્થાનમાં ૨૧૩, ઉત્તર પ્રદેશમાં ૨૦૧, મધ્ય પ્રદેશમાં ૧૯૫, પશ્ચિમ બંગાળમાં ૧૧૫, બિહારમાં ૧૧૨, જમ્મૂ-કાશ્મીરમાં ૧૦૮ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
  • ગુજરાતમાં ૭૦૦ સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ મળ્યા છે. આરોગ્ય સેતુ એપથી એલર્ટ મળ્યા બાદ પ્રશાસને આ માટે અભિયાન ચલાવ્યું હતું. ફળ, શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કારોબાર સાથે જોડાયેલા લોકોને સુપર સ્પેડર કહે છે. તેઓ અનેક લોકોના સંપર્કમાં આવે છે. તેનાથી સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.
  • રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે અમે કોઈ પણ જિલ્લામાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મોકલવા માટે તૈયાર છીએ. કલેક્ટર તેમને ત્યાં ફસાયેલા શ્રમિકોની યાદી રેલવે નોડલ અધિકારીઓ સુધી પહોંચાડી શકે છે. રેલવે ૧૫ મે સુધી ૧૦૭૪ સ્પેશ્યલ ટ્રેનોથી ૧૪ લાખ લોકોને તેમના રાજ્યોમાં મોકલી આપી ચુક્યા છે.
  • પંજાબમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું છે, પણ કર્ફ્યૂ ૧૮ મેથી નહીં લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવા માટે સૂચન કર્યું છે. મિઝોરમે પણ પોતાને ત્યાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.