કંગાળ પાકિસ્તાનમાં રાંધણગેસ સિલિન્ડરમા નહીં પોલીથીન બેગમાં અપાય છે,

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાકિસ્તાનનો પોલીથીન બેગમાં ગેસ ભરીને આપાતો વીડિયો સામે આવ્યો : આર્થિક રીતે તુટી પડેલા પાકિસ્તાનથી અવારનવાર અવનવા વીડિયો સામે આવતા રહે છે. આવો જ વધુ એક વીડિયો ફરીથી સામે આવ્યો છે. આ વખતે જે વીડિયો સામે આવ્યો છે તે લોકોએ શોધી કાઢેલ દેશી જુગાડનો છે. પરંતુ આ જુગાડ ખરેખર જોખમી છે. પાકિસ્તાનનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે ખરેખર તો પાકિસ્તાનની સરકારને એક લપડાક બરાબર છે. લોકો રાંધણગેસના સિલિન્ડરને બદલે પ્લાસ્ટિકની પોલીથીનની બેગમાં રાંધણગેસ ભરીને ઘરે રસોઈ કરવા માટે ફિટ કરતા નજરે પડે છે. સામાન્ય રીતે રાંધણગેસ અતિ જ્વલનશીલ ગણાય છે.

જો પ્લાસ્ટિકની પોલીથીન બેગમાં એક તીખારો કે કાણું પડે તો મોટી દુર્ઘટના સર્જાતા વાર ના લાગે. લોકો જીવના જોખમે લોખંડના સિલિન્ડરને બદલે, પ્લાસ્ટિકની પોલીથીન બેગમાં રાંધણગેસ ભરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં, જ્યાંથી પોલીથીન બેગમાં રાંધણગેસ ભરવામાં આવે છે ત્યાથી ઉપાડીને પોલિથીન બેગ ઘરે લાવે છે અને ઘરે રાંધણગેસની પાઈપલાઈન સાથે નોઝલને જોડતા હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.