ગોવામાં કેજરીવાલે કહ્યુ- PM મોદીએ AAP ને આપ્યું છે વફાદાર સરકારનું સર્ટિફિકેટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે, આમ આદમી પાર્ટી (AAP) દેશની સૌથી ઈમાનદાર પાર્ટી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેનું ‘સર્ટિફિકેટ’ આપ્યું છે. ગોવા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનાં પ્રચાર માટે આવેલા દિલ્હીનાં CM કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ટોણો મારતા આ વાતો કહી હતી.આપને જણાવી દઇએ કે, ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અહીં આ વખતે આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. રવિવારે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્યમાં મોટા વચનો આપ્યા હતા.

કેજરીવાલે કહ્યું કે, AAP સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. PM મોદીએ ખુદ અમને સૌથી ઈમાનદાર સરકાર હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે. વડા પ્રધાન મોદીએ મારા અને મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા. અમારા 21 ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને 400 ફાઈલોની તપાસ કરવામાં આવી હતી પરંતુ અમારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી. અમે ભ્રષ્ટાચાર કરતા નથી. જો ગોવામાં પણ સરકાર બનશે તો અમે ખૂબ ઈમાનદારીથી સરકાર ચલાવીશું. અહીં ભ્રષ્ટાચાર થવા ચલાવી લેવામાં આવશે નહીં.

CM કેજરીવાલે કહ્યું હતું કે, જો ગોવામાં AAPની સરકાર બનશે તો દરેક યુવાનોને રોજગાર આપવામાં આવશે. જો કોઈને રોજગાર આપવામાં અસમર્થ હોય તો તેને દર મહિને 3,000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ સિવાય 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે. 2500 બેઝ હાઉસ એલાઉન્સ પણ આપશે. પાણી અને વીજળી વિનામૂલ્યે આપવામાં આવશે.

રાજ્યમાં 24 કલાક વીજળી પણ રહેશે. કેજરીવાલે પૂછ્યું કે, શું કોંગ્રેસ-ભાજપ કહે છે કે અમે સારી શાળા-હોસ્પિટલો બનાવીશું, વીજળી-પાણી આપીશું? તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે – આ વખતે અમને મત આપો, અમારો સમય છે લૂંટવાનો. માત્ર આમ આદમી પાર્ટી જ જાહેર મુદ્દાઓ પર ચૂંટણી લડી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.