દેશમાં એક જ દિવસમાં કોરોનાના 4 હજાર કેસ નોંધાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ દેશમાં સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે, મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના કેસ ખતરનાક રીતે વધવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બે મહાનગરોમાં એક જ દિવસમાં કેસ બમણા થઈ ગયા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો બુધવારે અહીં કોરોનાએ વિસ્ફોટ કર્યો છે, એક જ દિવસમાં 2510 નવા કેસ સામે આવતાં લોકોની સાથે સરકારની ચિંતા વધી ગઈ છે. રાજધાની દિલ્હીમાં પણ સ્થિતિ ગંભીર બની ગઈ છે.

એક દિવસમાં 923 કેસ આવતાં ત્રીજા મોજાની શક્યતા વધી ગઈ છે. અહીં ચેપ દર પણ 1.29 ટકા નોંધાયો હતો. આ બધાની વચ્ચે, ઓમિક્રોન વેરિઅન્ટે પંજાબ રાજ્યમાં પણ પોતાનો દબદબો બનાવ્યો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 252 કેસ છે, જ્યારે રાજધાની દિલ્હી 238 કેસ સાથે બીજા ક્રમે છે. જ્યારે ગુજરાત 97 કેસ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય જો આપણે અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાન (69), તેલંગાણા (62), તમિલનાડુ (45)માં કેસ છે.

કોરોનાના નવા પ્રકારના ચેપની ગતિને ઝડપી બનાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 961 પર પહોંચી ગઈ છે. જેમાં દિલ્હી 263 દર્દીઓ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે મહારાષ્ટ્ર 252 દર્દીઓ સાથે બીજા સ્થાને છે,ભારતમાં કોરોનાનો કહેર શરૂ થઈ ગયો છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 13,154 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 4000 વધુ છે. આ સમયગાળા દરમિયાન 268 લોકોના મોત થયા છે,ઉલ્લેખનીય છે કે બુધવારે દેશમાં કોરોનાના 9,195 કેસ નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.