૨૦૨૪માં કેનેડા ૪.૮૫ લાખ લોકોને જPRઆપશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઓટ્ટાવા, કેનેડામાં અત્યારે હાઉસિંગની ભારે અછત વર્તાઈ રહી છે. એવામાં આગામી ત્રણ વર્ષ માટે એટલે કે ૨૦૨૪થી૨૦૨૬ દરમિયાન કેનેડા ઈમિગ્રેશન લેવલમાં કોઈ સુધારો નહીં કરે. અગાઉ ૨૦૨૩થી૨૦૨૫ના પ્લાનમાં જાહેરાત કરવામાં આવી હતી કે, ૨૦૨૪માં કેનેડા નવા ૪.૮૫ લાખ પર્મનેન્ટ રેસિડેન્ટ્સને આવકારશે અને ૨૦૨૫માં આ આંકડો ૫ લાખ કરશે. ત્યારે હાલ તો કેનેડાએPR આપવાના નિર્ણયમાં પણ કોઈ ફેરફાર નથી કર્યો. એ સમયે ૨૦૨૬માં પણ ૫ લાખ લોકોને જ પીઆર આપવાની વાત કરવામાં આવી હતી અને આ નિર્ણયમાં પણ સુધારો નથી થયો.

કેનેડાની સંસદ સામે દર વર્ષે ઈમિગ્રન્ટ ટાર્ગેટના લેવલ રજૂ કરવામાં આવે છે. વિવિધ કેટેગરી હેઠળ દર વર્ષે કેટલા લોકોને પર્મનેન્ટ રેસિડેન્સ સ્ટેટસ અપાશે તેની ત્રણ વર્ષની આકારણી આ ડેટા હેઠળ કાઢવામાં આવે છે. જોકે, કેનેડા-કયૂબેક અકોર્ડ અંતર્ગત કયૂબેક પોતાના ઈમિગ્રેશન લેવલ અલગથી સ્થાપિત કરે છે.

ઈકોનોમિક કેટેગરી ઉપરાંત કુલ ઈમિગ્રેશન લેવલમાં ફેમિલી ઈમિગ્રેશન, રેફયુજી, હ્યુમેનિટેરિયન સહિતની અન્ય કેટેગરીનો સમાવેશ થાય છે. ઈકોનોમી કેટેગરી હેઠળ આવતી એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમનો ૨૦૨૪નો ટાર્ગેટ ૧.૧૦ લાખ છે. જણાવી દઈએ કે, એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ એ પોઈન્ટ આધારિત સિસ્ટમ છે જે સ્કીલ્ડ ભારતીયોને કેનેડામાં પર્મનેન્ટ રેસિડેન્સનું સ્ટેટસ અપાવવામાં મદદ કરે છે.
૨૦૨૨માં કેનેડામાં અપાયેલા કુલ પર્મનેન્ટ રેસિડેન્ટ્સના ૨૭ ટકા ભારતીયો હતા. ૧.૧૮ લાખ ભારતીયોને પર્મનેન્ટ રેસિડેન્સનું સ્ટેટસ મળ્યું હતું.

ચીન બીજો સૌથી મોટો દેશ હતો જ્યાંના નાગરિકોને પીઆર આપવામાં આવ્યા હતા. જોકે, ૩૧,૮૪૧ એટલે કે ૭ ટકા ચીની નાગરિકોને પીઆર સ્ટેટસ મળ્યું હતું. એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ અંતર્ગત ભારતીયોને સૌથી વધુ પર્મનેન્ટ રેસિડેન્સી મળી છે. જોકે, છેલ્લા થોડા વખતથી જનરલ ડ્રોનો કટ-ઓફ સ્કોર ૫૦૦ રહ્યો છે. જેના કારણે કેનેડા આવવા માગતા આશાસ્પદ લોકો માટે પડકાર ઊભો થયો છે. પરંતુ જો તમે વ્યવસાય આધારિત ડ્રો જેવા કેSTEMએટલેકે, સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સના ફીલ્ડ કે હેલ્થકેર ફીલ્ડમાં હો તો ફાયદો થઈ શકે છે. અહીં કટ-ઓફ સ્કોર ઓછો હોય છે.

તાજેતરમાં જ રજૂ કરાયેલા ૨૦૨૪-૨૬ના ઈમિગ્રેશન લેવલ પ્લાન અંગે વાત કરતાં કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું, *નવા આવનારા લોકોની સંખ્યા સ્થિર કરીને અમે હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને વસ્તી વધારાને ટકાવી રાખવા પર ધ્યાન આપવા માગીએ છીએ. આ પ્લાન દ્વારા અમે કેનેડાના અર્થતંત્રનો વિકાસ કરવાની સાથે અમારી માનવતાની પરંપરા, ફ્રેક્નોફોન ઈમિગ્રેશન (ફ્રેન્ચ ભાષા બોલતા લોકો)ને સપોર્ટ કરવાની ભાવના વચ્ચે સંતુલન જાળવવા માગીએ છીએ. જેના માટે અમે અમારા સહભાગીદારો સાથે મળીને પ્લાનિંગ કરીશું.* ઈમિગ્રેશન સિસ્ટમ સુધારવા માટે કેનેડાએ નવી રણનીતિ પણ તૈયાર કરી છે. ‘એન ઈમિગ્રેશન સિસ્ટમ ફોર કેનેડાઝ ફયૂચર’ નામની નવી રણનીતિના ત્રણ મુખ્ય ઉદ્દેશો છે, જેમકે, નવા આવનારા લોકોને વધુ આવકારદાયક અનુભવ થાય, માર્કેટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઈમિગ્રેશન કરવું અને વિકાસનું વ્યાપક અને સંકલિત આયોજન કરવું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.