ભારતીય અમેરિકન ગીતા ગોપીનાથ આઇ.એમ.એફમાં પ્રથમ ડેપ્યુટી એમ.ડી બન્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આઇ.એમ.એફના મુખ્ય ઇકોનોમિસ્ટ અને ભારતીય-અમેરિકન ગીતા ગોપીનાથને પ્રમોશન સાથે સંસ્થાના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. ગીતા આગામી વર્ષની શરૂઆતમાં હોદ્દો છોડનારા જેફ્રી ઓકામોતોનું સ્થાન લેશે. ગીતા ગોપીનાથે ત્રણ વર્ષ સુધી આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે ફરજ બજાવી છે. આ બાબતે આઇ.એમ.એફના એમ.ડી ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે જેફ્રી અને ગીતા બંને ઉત્કૃષ્ટ સાથી કર્મચારી છે. જેફ્રીની વિદાયથી હું દુ:ખી છું પણ ગીતાએ સંસ્થા સાથે રહેવાનો નિર્ણય લીધો છે અને ફર્સ્ટ ડેપ્યુટી એમડીની જવાબદારી સ્વીકારી છે. તેનાથી હું બહુ ખુશ છું. આ સિવાય જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે આઇએમએફમાં અત્યારસુધીમાં ગીતાએ અસાધારણ પ્રદાન કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.