
દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા આઈ.આઈ.ટી મદ્રાસ બની
દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં આઈઆઈટી-મદ્રાસ સતત પાંચમા વર્ષે પ્રથમ સ્થાને આવી છે,જયારે અમદાવાદની આઈઆઈએમને મેનેજમેન્ટ ક્ષેત્રમાં નંબર વન શૈક્ષણિક સંસ્થા તરીકે સ્થાન મળ્યું છે.આમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એનઆઈઆરએફ રેન્કીંગ 2023 જાહેર કર્યું છે.જેમાં તેણે તમામ કેટેગરીમાં નંબર વન સ્થાન મેળવ્યુ છે.જયારે યુનિ.કેટેગરીમાં આઈઆઈએસસી બેંગ્લુરુ પ્રથમ સ્થાને આવી છે.આઈઆઈટીમાં બીજા સ્થાને દિલ્હી જ્યારે ત્રીજા સ્થાને મુંબઈનો સમાવેશ થાય છે.દેશની સર્વશ્રેષ્ઠ રીસર્ચ સંસ્થાએ ઈન્ડીયન સાયન્સ ઈન્સ્ટીટયુટને પ્રથમ સ્થાન મળ્યું છે.જયારે સંશોધન ક્ષેત્રે પ્રથમ સ્થાન આઈઆઈટી કાનપુર પ્રથમ સ્થાને છે.ટોપ મેનેજમેન્ટમાં આઈઆઈએમ અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે.જયારે નંબર ટુમાં આઈઆઈએમ બેંગ્લોર છે,જયારે ત્રીજા સ્થાને આઈઆઈએમ કોઝીકાંડ આવી છે. જ્યારે ફાર્મસી કેટેગરીમાં નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્મા એજયુકેશન એન્ડ રીસર્ચ હૈદરાબાદને નંબર વન સ્થાન,જયારે બીજા નંબરે દિલ્હીની જામીયા હમદર્દ અને ત્રીજા સ્થાને પીટસ-પીલાનીને મળ્યું છે.જ્યારે લો કેટેગરીમાં નેશનલ લો યુનિ.બેંગ્લોર નંબર વન અને દિલ્હીની નેશનલ લો યુનિ અને ત્રીજા સ્થાને યુનિ ઓફ લો હૈદરાબાદને સ્થાન મળ્યું છે.