છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ કર્યો IED વિસ્ફોટ, 2 જવાન શહીદ; 4 ઘાયલ
માઓવાદી વિરોધી અભિયાન વચ્ચે છત્તીસગઢનાં વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત બીજાપુરનાં તર્રમમાં શંકાસ્પદ માઓવાદીઓએ એક ઈમ્પ્રોવાઈજડ એક્સપ્લોસીવ ડીવાઈસ ( IED ) વિસ્ફોટ કર્યો છે. આ વિસ્ફોટમાં બે પોલીસ જવાન શહીદ થયા છે, જ્યારે ચાર ઘાયલની માહિતી સામે આવી રહી છે. ચારેયની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જણાવી દઈએ કે માઓવાદી વિરોધી અભિયાનમાં આ વર્ષમાં ઓછામાં ઓછા 139 વિદ્રોહી માર્યા ગયા છે. એક નિવેદનમાં, છત્તીસગઢ પોલીસે બંનેની ઓળખાણ ભરત સાહુ અને સત્યેરસિંહ કાંગે રીતે થઇ છે અને કહ્યું કે તેઓ સુરક્ષા બળની એક ટીમનો ભાગ હતા જે બુધવારે એક તલાશી અભિયાન બાદ પરત આવી રહ્યા હતા.
વધુમાં કહેવામાં આવ્યું છે કે બીજાપુર, દંતેવાડ અને સુકમા વચ્ચે એક વિસ્તારમાં દરભા ડીવીજન, પશ્ચિમ બસ્તર ડીવીજન અને મીલીટરી કંપનીના નંબર ૨નાં માઓવાદીઓની હાજરી વિષે સુરક્ષા બળોને સૂચના મળ્યા બાદ ટીમને ઓપરેશન માટે મોકલવામાં આવી હતી.
સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલુ
કમાન્ડો બટાલીયન ફોર રેસોલ્યુટ એક્શન અથવા કોબ્રા, ગોરિલા રણનીતિ અને જંગલ યુદ્ધમાં પ્રશિક્ષિત કેન્દ્રીય રિજર્વ પોલીસ બળ (CRPF)ની એક સ્પેશીયલ ઓપરેશન યુનિટ, સંયુક્ત સર્ચ ઓપરેશનનો એક ભાગ હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘અતિશય સુરક્ષા બળો વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે અને ઘાયલ એસટીએફ જવાનોને સારી સારવાર માટે આવશ્યક વ્યવસ્થા કરાઈ છે.