મારે તમારી માતાનું હાથનું ‘ચુરમું’ ખાવું, PM મોદીએ નીરજ ચોપરા સાથે કર્યો વાર્તાલાપ

ગુજરાત
ગુજરાત

PM મોદીએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભાગ લઈ રહેલા ભારતીય દળના ખેલાડીઓ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ભારતીય ખેલાડીઓને ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપી હતી. વડાપ્રધાન મોદીએ ભાલા ફેંકનાર નીરજ ચોપડા પાસેથી માંગણી કરી છે. તેમણે નીરજ ચોપરાને ચૂરમુ ખવડાવવાની માંગ કરી હતી.

ભારતીય ટીમ સાથે વાતચીત 

વડાપ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાત કરી હતી. આ દરમિયાન કેટલાક ખેલાડીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મુદ્દે ચર્ચા પણ કરી હતી. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, લવલીના બોર્ગોહેન અને નીરજ ચોપરા પણ આ વાતચીતનો ભાગ બન્યા હતા. આ દરમિયાન નીરજ ચોપરાએ વડાપ્રધાન મોદીને વચન આપ્યું હતું કે જ્યારે તેઓ ઓલિમ્પિક સમાપ્ત થયા બાદ વડાપ્રધાનને મળવા પાછા આવશે ત્યારે તેઓ ઘરે બનાવેલુ ચૂરમુ લાવશે.

PMએ આ ઈચ્છા વ્યક્ત કરી

નીરજ ચોપરાને જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું, ‘મારે તમારી માતાએ બનાવેલુ ચુરમુ ખાવાનું છે.’ જેના પર નીરજ ચોપરાએ કહ્યું કે ઓલિમ્પિકમાંથી પરત આવ્યા બાદ તે દેશી ઘીમાં બનેલુ ચુરમુ લાવશે. પ્રધાનમંત્રીએ યુવા ખેલાડીઓ રમિતા જિંદાલ (એર રાઈફલ શૂટિંગ), રિતિકા હુડા (કુસ્તી), આનંદ પંઘલ (કુસ્તી), નિખત ઝરીન (બોક્સિંગ) સાથે પણ વાત કરી હતી.

ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

PM મોદીએ પ્રથમ વખત રમતગમતના મહાકુંભમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે પણ સરસ વાત કરી હતી. ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું કે મેડલ જીત્યા બાદ તેઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે. પીએમ મોદીએ ખેલાડીઓને દેશને હૃદયમાં રાખીને સારું કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.