વાવાઝોડું પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું, ૬.૫૦ લાખ લોકોનું સ્થળાંતર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 235

વાવાઝોડું પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું છે. આ ૨૧ વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું છે. આ પહેલા ૧૯૯૯માં ઓરિસ્સાના સમુદ્ર કિનારે વાવાઝોડું અથડાયું હતું.પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પારાદીપમાં ૧૦૨ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ આપ્યું છે. સાથે આગાહી કરી છે કે ૧૮૫ કિમીની ઝડપથી પવન ફૂંકાશે. કોલકતા એરપોર્ટ આવતીકાલ સવારના ૫ વાગ્યા સુધી બંધ કરાયું છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના ડાયરેક્ટર જનરલ એસએન પ્રધાનના જણાવ્યા મુજબ વાવાઝોડા પહેલા પશ્ચિમ બંગાળમાં પાંચ લાખથી વધારે અને ઓરિસ્સામાં ૧.૫૦ લાખથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
નેવીએ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ૨૦ બોટ સાથે રેસ્ક્યુ અને મેડીકલ ટીમો તૈયાર રાખી છે.
નેવીના બે એરક્રાફ્ટને સ્ટેન્ડબાય રખાયા છે.
વિશાખાપટ્ટનમમાં આઈએનએસ દેગા અને અરકોણમમાં આઈએનએસ રજાલીમાં નવલ એરક્રાફ્ટને કોઈપણ સ્થિતિમાં તૈયાર રહેવા માટે કહેવાયું છે.
પૂર્વી નેવલ કમાન્ડે કહ્યું કે અમે સાયક્લોન દરમિયાન મદદ માટે સંપૂર્ણ તૈયાર છીએ., રાહત માટે નૌસેનાના જહાજને સ્ટેન્ડબાય રખાયા છે.
ઓરિસ્સાના ભદ્રક સહિત ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જયદીપ ધંખરે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચનાનું પાલન કરવાની અપીલ કરી છે.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભૂવનેશ્વર-નવી દિલ્હી સ્પેશિયલ એસી ટ્રેનના રૂટને ડાયવર્ટ કરાયો છે.
બાંગ્લાદેશમાં ૨૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સરકારે સાયક્લોનની સ્થિતિને પહોંચી વળવા માટે આર્મીને મોકલી છે.
બુધવાર સવાર સુધી ઓરિસ્સાના ૧૩ જિલ્લામાંથી ૧ લાખ ૧૯ હજાર ૭૫ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ૧૭૦૪ રાહત છાવણી બનાવાઈ છે. સૌથી વધારે ૩૨ હજાર ૬૦ લોકો કેંદ્રાપારાથી ખસેડાયા છે. ભદ્રકથી ૨૬ હજાર ૧૭૪ અને બાલાસોરથી ૨૩ હજાર ૧૪૨ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ રાતભર કંટ્રોલરૂમથી વાવાઝોડા ઉપર નજર રાખશે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોને કિનારા વિસ્તારથી ખસેડીને રાહત છાવણીમાં લવાયા છે. બંગાળ સરકારે ગુરુવાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રોકવાની માંગ કરી છે. અહીં લોકોને એસએમએસ દ્વારા એલર્ટ મોકલાઈ રહ્યું છે. વિસ્તાર ખાલી કરવા માટે ટાવર સાયરન પણ વગાડાઈ રહ્યા છે.તોફાન મંગળવાર સવારે ૮ વાગ્યાથી બપોરના ૧ વચ્ચે ૧૪ કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું. વાવાઝોડાની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાતચીત કરી હતી. તેમણે બન્ને રાજ્યોને કેન્દ્રની મદદનું આશ્વાસન આપ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાની ઓરિસ્સાના ૬ જિલ્લા કેંદ્રાપાડા, ભદ્રક, બાલાસોર, મયૂરભંગ, જાજપુર અને જગતસિંહપુરમાં સૌથી વધારે અસર થઈ શકે છે. બંગાળના જિલ્લા પૂર્વી મિદનાપોર, ૨૪ દક્ષિણ અને ઉત્તરી પરગના ઉપરાંત હાવડા, હુગલી, પશ્ચિમ મિદનાપુર અને કોલકતા ઉપર તેની અસર થશે.

એનડીઆરએફના ડીજી એસકે પ્રધાને જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ૧૯ ટીમો બંગાળ અને ૧૫ ટીમો ઓરિસ્સામાં તહેનાત છે. ૬ ટીમને એરલિફ્ટ માટે સ્ટેન્ડબાય કરાઈ છે. ફુલ ૨૪ ટીમો સ્ટેન્ડબાય છે. એનડીઆરએફ લોકોને બચાવવાને પ્રાથમિકતા આપી રહી છે. સેના, વાયુસેના, નૌસેના અને કોસ્ટ ગાર્ડની ટીમોને એલર્ટ રાખાઈ છે.
ભારે વરસાદની ચેતવણીહવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે તોફાનની અસર પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગના, ઉત્તર ૨૪ પરગના, પૂર્વી મિદનાપુર અને ઓરિસ્સાના દરિયાકિનારે ઉપરાંત સિક્કિમમાં વરસાદ પડી શકે છે. બુધવારે ઉત્તર ઓરિસ્સાના જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આ ભારે નુકસાન પહોંચાડનાર કુદરતી આફત છે. જેમાં ભારે પવન, વરસાદ અને વીજળી પડી શકે છે. લોકો ઘરની બહાર ન નિકળે. સમુદ્ર કિનારાથી દૂર રહે. માછીમારી ન કરે. પાવર લાઈનને નુકસાન થઈ શકે છે. રોડ અને રેલવે નેટવર્ક બંધ કરવામાં આવે અથવા ડાયવર્ટ કરવામાં આવે.

સ્થિતિની સમીક્ષા કરવા માટે પશ્ચિમ બંગાળના ઘણાં જિલ્લામાં ૨૪ કલાક કામ કરી શકે તેવા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. કોલકાતાના અરણ્ય ભવનમાં એક સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. કોલકાતા પોલીસની દરેક ક્ષણ પર નજર છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા ડોપ્લર વેધર રડારની મદદથી સાઈક્લોન પર નજર રાખવામાં આવી રહી છે.

દેશમાં ૨૧ વર્ષ પછી કોઈ સુપર સાઈક્લોન આવી રહ્યું છે. ૧૯૯૯માં એક ચક્રવાત ઓરિસ્સા તટ સાથે અથડાયું હતું. તેને સાઈક્લોન ઓ૫ બી અથવા પારાદીપ સાઈક્લોન નામ આપવામાં આવ્યું હતું. તે જ્યારે ઉત્તર હિંદ મહાસાગરમાં આવ્યું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ચક્રવાત માનવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.