મનુષ્ય દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે : મોદી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવીદિલ્હી : નમસ્તે, સૌથી પહેલા તો સીઆઈઆઈને ૧૨૫ વર્ષ સફળતાપૂર્વક પુરા કરવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ ૧૨૫ વર્ષની યાત્રા ઘણી લાંબી હોય છે. અનેક પડાવ આવ્યા હશે, અનેક ઉતાર ચઢાવ આવ્યા હશે, પરંતુ સવા સો વર્ષ સુધી એક સંગઠનને ચલાવવું તે પોતાનામાં જ બહુ મોટી વાત હોય છે. તેમાં સમયાનુસાર પરિવર્તનો આવ્યા છે, વ્યવસ્થાઓ બદલાઈ છે, અને પહેલા તો હું આ ૧૨૫ વર્ષમાં સીઆઈઆઈને મજબૂતી આપવામાં જે જે લોકોએ યોગદાન આપ્યું છે, તેવા તમામ પૂર્વના તમારા મહાનુભવોને પણ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું. જે આપણી વચ્ચે નહી હોય, તેમને આદરપૂર્વક નમન કરું છું અને ભવિષ્યમાં જે આને સંભાળવાના છે તેમને અનેક અનેક શુભકામનાઓ પણ આપું છું. કોરોનાના આ સમયગાળામાં આ પ્રકારના ઓનલાઈન કાર્યક્રમો જ નવા નિયમો બની રહ્યા છે. પરંતુ આ પણ મનુષ્યની સૌથી મોટી તાકાત જ હોય છે કે તે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી જ કાઢે છે. આજે પણ આપણે એક તરફ જ્યાં આ વાયરસની સામે લડવા માટે મજબૂત પગલા ભરવાના છે ત્યાં બીજી બાજુ અર્થતંત્રનું પણ ધ્યાન રાખવાનું છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.