ઘર ખરીદવા સૌથી યોગ્ય દુનિયાના 20 શહેરોમાં ભારતના પાંચ શહેરોનો સમાવેશ થયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઘર ખરીદીને રહેવા માટેના સૌથી ઉત્તમ શહેરને લઈ યુકેની એક ઓનલાઈન મોર્ગેજ એડવાઈઝર કંપનીએ કરેલા સર્વેમાં ભારતના પાંચ શહેરોનો સમાવેશ થયો છે. ઘર ખરીદવા માટે ઉત્તમ શહેરોમાં દુનિયાના 20 શહેરોની પસંદગી કરી હતી. જ્યારે ઘર ખરીદવા માટે દુનિયાનુ સૌથી સારૂ શહેર સ્પેનના બાર્સેલોનાને માનવામાં આવ્યુ છે. બીજા ક્રમે ઈટાલીનુ ફ્લોરેન્સ શહેર છે. ત્રીજા ક્રમે દક્ષિણ કોરિયાનુ ઉલ્સાન શહેર છે. જેમાં બાર્સેલોનામાં ઘર ખરીદનારાઓનો હેપિનેસ સ્કોર 100માંથી 95.4 છે. જ્યારે ભારતનુ ચંદીગઢ શહેર આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. બાકી શહેરોમાં જયપુરને 10મુ,ચેન્નાઈને 13મું,ઈન્દોર અને લખનૌને 17મું તેમજ 20મું સ્થાન મળ્યુ છે. દુનિયામાં ઘર ખરીદવા માટે યોગ્ય ન હોય તેવા શહેરોમાં મુંબઈ સૌથી આગળ છે. મુંબઈનો હેપિનેસ સ્કોર 100માંથી 68.4 છે. જ્યારે આ લિસ્ટમાં અમેરિકાનુ એટલાન્ટા બીજા અને ઓસ્ટ્રેલિયાનુ સિડની ત્રીજા સ્થાને છે. સુરત આ લિસ્ટમાં પાંચામાં સ્થાને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.