
હોંગકોંગ વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા વિમાનની ટિકિટો મફત વહેંચશે
વર્તમાનમાં હોંગકોંગના નેતા અને સીઇઓ જ્હોન લીએ વિશ્વના પ્રવાસીઓને ફરી હોંગકોંગમા આકર્ષવા માટે રૂ.2100 કરોડની કિંમતની વિમાનની ટિકિટો મફત વહેંચવાની જાહેરાત કરી છે.જેમાં તેઓએ વિશ્વના સૌથી મોટા સ્વાગત કાર્યક્રમ હેલો હોંગકોંગની જાહેરાત બિઝનેસ લીડર્સ અને પ્રવાસન ક્ષેત્રના મહારથીઓ સમક્ષ નૃત્યાંગના અને ચમકતી રોશનીથી ભરપૂર કાર્યક્રમમાં કરી હતી.કેથે પેસેફિક,હોંગકોંગ એેક્સપ્રેસ અને હોંગકોંગ એરલાઇન્સને આ મફત ટિકિટો વિદેશથી આવનારા મુલાકાતીઓને નિ:શુલ્ક વહેંચવા માટે આપવામાં આવશે.જેમાં આગામી 1 માર્ચથી આગામી 6 મહિના માટે આ ટિકિટો વહેંચવામાં આવશે.આમ કોરોના મહામારી પૂર્વે હોંગકોંગમાં દર વર્ષે આશરે 5 કરોડ લોકો આવતા હતા.પરંતુ છેલ્લા બે વર્ષમાં હોંગકોંગ દ્વારા આકરાં કોરોના નિયંત્રણો લાદવામાં આવતાં 2022માં મુલાકાતીઓની સંખ્યા ઘટીને 6 લાખ થઇ ગઇ હતી.જેમાં કોરોના મહામારી દરમ્યાન છેલ્લા 3 વર્ષમાં હોંગકોંગમાં 130 ઇન્ટરનેશનલ કંપનીઓ બંધ થઇ ગઇ હતી.હોંગકોંગના મુલાકાતીઓમાં અડધાથી વધુ ચીનમાંથી આપવામાં આવતો હોવાથી ચીન હોંગકોંગની આ ઝૂંબેશને કેવો પ્રતિભાવ આપે છે તેના પર તેની સફળતાનો આધાર રહેલો છે.