
આસામમાં ગૃહમંત્રી અમિત શાહે એન.એફ.એસ.યુના કેમ્પસનું ઉદ્ધાટન કર્યું
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના અસ્થાયી કેમ્પસનું ગૃહમંત્રી અમિત શાહે આસામના ગુવાહાટીમાં ઉદ્ઘાટન કર્યું હતું.જેમાં તેમણે કહ્યુ હતુ કે ગુવાહાટીનું 50 એકરનું કેમ્પસ આસામ પૂરતું જ સીમિત નહીં રહે પરંતુ પૂર્વોત્તર રાજ્યોથી લઈ ઇન્ડોનેશિયા,નેપાળ અને મ્યાનમારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવશે.ભવિષ્યમાં ફોરેન્સિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની ખૂબ માંગ રહેશે.ત્યારે એન.એફ.એસ.યુના વીસી ડો.જે.એમ.વ્યાસે કહ્યુ હતુ કે ભારતમાં ગુવાહાટી ખાતે તેનુ આ 10મું કેમ્પસ છે.ફોરેન્સિક સાયન્સ અને સંલગ્ન વિષયોના ક્ષેત્રોમાં વ્યાવસાયિક ફોરેન્સિક શિક્ષણ,સંશોધન અને વિકાસ,કન્સલ્ટન્સી,તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે યુનિવર્સિટી નવા કેમ્પસની સ્થાપના થઇ છે.ત્યારે આ ઉદ્ઘાટન સમારંભમાં આસામના મુખ્યમંત્રી ડો.હિમંતા બિસ્વા શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.