હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હિમાચલ પ્રદેશના ચમ્બામાં સ્થિત ખંડવામાં રાત્રે વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થયુ છે.આ સમયગાળા દરમિયાન ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ અને પુલ બંધ કરવા પડ્યા હતા.જે અંગે હિમાચલ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરે જણાવ્યુ હતું કે ચંબા જિલ્લાના ખંડવાડા ગ્રામ પંચાયતમાં ગઈકાલ રાત્રે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.જેના કારણે ખેતીને ભારે નુકસાન થવાની સાથે એક પુલને પણ નુકસાન થયુ છે.આમ રાજ્યના Disaster management department જણાવ્યુ છે કે વાદળ ફાટવાથી ભડોગામાં 15 વર્ષીય વિજય કુમારનું મૃત્યુ થયું હતું,જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાને કારણે 5-6 મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.