બિહાર, ઝારખંડ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ પડવાનું અનુમાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, દેશભરના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થઈ ગયું છે. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદે ખુબ તબાહી પણ મચાવી છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં વરસાદને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જણાવ્યું છે કે અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શકયતા છે. આ સાથે જ હવામાન ખાતાએ દિલ્હીમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહેવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે. ગુજરાત માટે શું આગાહી કરી છે તે પણ ખાસ જાણો.

હવામાન વિભાગ(IMD)એ જણાવ્યું છે કે આગામી ૨૪ કલાક દરમિયાન બિહાર, ઝારખંડ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આઈએમડીએ પોતાના બુલેટિનમાં પૂર્વ ભારતમાં આવનારા દિવસોમાં મોનસૂન પૂર્વાનુમાનમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ હવામાન ખાતાએ બિહારમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શકયતા વ્યકત કરી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે. હરિયાણા અને પંજાબમાં કેટલેક ઠેકાણે ભારે વરસાદની આગાહી કરાઈ છે.

એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, ૨૯ સપ્ટેબરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ ૨૯ અને ૩૦ તારીખે વધુ મજબુત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો દરિયા કિનારા ભાગોમાં ૬૦થી ૬૫ કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ૨૫ સપ્ટેમ્બરે સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાત રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

૨૬ સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૬ સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૮ સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં પણ ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.