ગુજરાતમાં બનેલી ૐની કૃતિ કેદારનાથમા લાગશે
ભગવાન આશુતોષના દ્વાદશ જ્યોતિલિંગ કેદારનાથના ગોળ પ્લાઝામાં 60 ક્વિન્ટલ વજનની કાંસામાથી બનેલી ભવ્ય ૐની આકૃતિ સ્થાપિત કરવામાં આવશે.આ ૐની પ્રતિકૃતિને સ્થાપિત કરવા જીલ્લા આપદા પ્રબંધક દ્વારા સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમા જલ્દીથી કેટલીક કાર્યવાહી પૂર્ણ કરી ૐ સ્થાપિત કરવામાં આવશે.આમ પ્રધાનમંત્રીના ડ્રીમ પોજેક્ટમાં કેદારનાથને સુરક્ષિત કરવાની સાથે તેના પર સુધારણા કરવામાં આવશે.જેમાં 60 ક્વિન્ટલ વજનની કાંસાની ધાતુમાથી બનાવેલી ૐની કૃતિ વડોદરામાં તૈયાર કરવામાં આવી છે.